Unja Lake
Holy Place
Is not ready
Overview
ભગવાન સ્વામિનારાયણ ના ચરણારવીંદથી ચાર વખત પાવન થયેલ ઉત્તર ગુજરાત ના ઊંઝા ગામના તળાવના દર્શન અમે આ વીડીઓ મા કરાવ્યા છે. આ ઊંઝા ગામના તળાવ મા ભગવાન સ્વામિનારાયણે સંતો સાથે અનેક વખત સ્નાન કરેલું છે. આ તળાવ ની પાળ ઉપર મહાનુભાવાનંદ સ્વામી અને બીજા સત્તર જેટલા સંતોને દીક્ષા આપી હતી. આ તળાવની વર્ષો જુની લીલ ભગવાન સ્વામિનારાયણે દુર કરેલી. આ તળાવની પાળ ની બાજુ મા એક વડ નું ઝાડ છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ હિંડોળે ઝુલ્યા હતા. એ બધી લીલાઓ અમે આ વીડીઓ દ્રારા કહી છે.
સંદર્ભ ગ્રંથ:- શ્રીહરિ ચરિત્ર ચિંતામણી, ભાગ-૩, વાત નંબર-૩૪૪ અને દંઢાવ્ય દેશની લીલા.
Read more
Category
Holy Place
Publisher
Swaminarayan Charitra