Overview
આ વીડીઓમા અમે તમને સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરત નો ઇતિહાસ કહ્યો છે, જે ખરેખર ખુબ સુંદર અને સાંભળવા જેવો છે. સુરતના સત્સંગ ને ધન્ય છે. મહારાજે સુરત માટે પ્રસાદીના લાલજી આપેલા એ લાલજી નો ઇતિહાસ પણ આ વીડીઓ મા છે. સાથે લાલજી ની પ્રતિષ્ઠા ની વાત છે, રાધાવિહારી દેવ ની, નારાયણમુનિ દેવની પ્રતિષ્ઠા ની વાત છે અને ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજ ની પ્રતિષ્ઠા ની વાત દરેક સાલ સાથે આ વીડીઓ મા છે.
આમ ૧૮૬૬ થી શરૂ થઈ ૧૯૩૯ માં નાના મંદિરથી શરૂ કરી શિખરબંધ મંદિર સુધીનું સુધારા વધારા સાથે કાર્ય થતું રહ્યું. વર્તમાન કાળમાં આ મંદિર ‘સુરતના મુખ્ય મંદિર’ તરીકે ઓળખાય છે. શ્રીનારાયણ મુનિ દેવ સૌ કોઈના આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપી ત્રિવિધ તાપ શમાવે છે. સુરતને શાંતિ, સંપત્તિ સ્વાસ્થ્ય પણ આપ્યું છે. અને દરેક ની મનોકામના પુર્ણ કરે છે.