એક વાડકીમાં 50 ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર અને કોર્ન ફલોર નાંખી, બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું. (દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું)
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-10 મિનિટ ઉકાળવું.
પછી કોર્ન ફલોર વાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેડર ફેરવી સ્મુધ બનાવવું.
પછી એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકવું.
આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિઝરમાંથી બહાર કાઢવી.
હવે તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી ક્રસ કરવું.
હવે તેને એલ્યુમિનિયમનાં ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી, આઇસક્રીમ ને ફ્રિઝરમાં સેટ થવા મુકવો.
આઇસક્રીમ બરાબર જામી જાય એટલે ફ્રિઝરમાંથી બહાર કાઢવી.
તેની પર મનપસંદ ફલેવરનો સોસ રેડી, વેનીલા આઇસક્રીમની મજા લેવી.