એક તપેલીમાં બટર ગરમ કરી તેમાં આદુંની પેસ્ટ અને બધા સમારેલા શાક નાંખી મિક્સ કરી 2-3 મિનિટ સાતળવું. પછી ધીમા તાપે ઢાંકણ ઢાંકી, શાકને 3-4 મિનિટ ચડવા દેવું.
ત્યારબાદ તેમાં 3-4 કપ પાણી, કોર્ન ફલોરનું પાણી, મરીનો ભૂકો, ચીલી સોસ અને મીઠું નાંખી, સૂપ ઉકાળવો.
સૂપને ધીમા તાપે 5-7 મિનિટ ગેસ પર રાખી ઉતારી લેવું.
છેલ્લે લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી ગરમ સૂપ પીરસવો.