વેજિટેબલ મંચાવ સૂપ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vegetable Manchav-soup
Home
Recipe
Vegetable Manchav-soup
Vegetable Manchav Soup
Soup
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યક્તિ
🥕 Ingredients
વેજિટેબલ સ્ટોક – 4 કપ
ગાજર – 2 ટેબલસ્પૂન
કોબીજ – 2 ટેબલસ્પૂન
કેપ્સીકમ – 2 ટેબલસ્પૂન
લીલાં મરચાં – 1 ટેબલસ્પૂન
સોયા સોસ – 2 ટેબલસ્પૂન
રેડ ચીલી સોસ – 1 ટેબલસ્પૂન
ટમેટા સોસ – 1 ટેબલસ્પૂન
કોર્ન ફલોર – 2 ટેબલસ્પૂન
તેલ – 2 ટેબલસ્પૂન
કોથમીર – 1 ટેબલસ્પૂન
કાળામરી પાઉડર – 1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
તળેલી નૂડલ્સ – 1 કપ
🍕 Recipe
સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરી, લીલાં મરચાં અને આદુંની પેસ્ટ નાંખી 2 મિનિટ સાંતળી લો.
પછી તેમાં ઝીણા સમારેલા કોબીજ, ગાજર અને કેપ્સીકમ નાંખી, 3-4 મિનિટ તેલમાં સાતળવું.
હવે તેમાં વેજિટેબલ સ્ટોક નાંખી, તેને થોડીવાર ઉકાળવું.
પછી તેમાં ટોમેટો સોસ, સોયા સોસ, રેડ ચીલી સોસ અને કોથમીર નાંખી મિક્સ કરી લેવું ત્યારબાદ 2-3 મિનિટ ઉકાળવું.
ત્યારબાદ મીઠું અને કોર્ન ફલોરને 1/4 કપ પાણીમાં મિક્સ કરી સૂપમાં નાંખો, સૂપ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
ત્યારબાદ સૂપને નીચે ઉતારી કાળામરી પાઉડર નાંખી મિક્સ કરવું.
એક બાઉલમાં સૂપ કાઢી તેમાં તળેલી નૂડલ્સ નાંખી, ગરમ સૂપ પીરસવો.
વેજિટેબલ સ્ટોક બનવવાની રીત:
એક વાસણમાં 2 ગ્લાસ પાણી લો.
ત્યારબાદ તેમાં 200 ગ્રામ ગાજર, 200 ગ્રામ કોબી આદિ શાક સમારી તેમાં ઉમેરો.
હવે તેને 20 મિનિટ સુધી ઉકાળો.
હવે તેને ગેસ પરથી ઉતારી શાક અલગ કરી લો.
તેમાં રહેલું પ્રવાહી જ વેજિટેબલ સ્ટોક કહેવાય.
તળેલી નૂડલ્સ બનાવવાની રીત:
સૌ પ્રથમ નૂડલ્સને પાણીમાં બાફી લો.
નૂડલ્સ બફાઈને તૈયાર થાય એટલે તને પાણીમાંથી નીતારી અલગ કરો અને નૂડલ્સને કોરી કરી લો.
ત્યારબાદ તેમાં 1/2 ચમચી કોર્ન ફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને તળી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day