Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vegetable Korma
Home
Recipe
Vegetable Korma
Vegetable Korma
Sabji
Cooktime
45 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ફ્રેશ વેજિટેબલ – 3 કપ (ગાજર, ફણસી, બટાટાં, વટાણા, ફ્લાવર(સમારેલું))
પાણી – 1 ½ કપ/જરૂર પ્રમાણે
તજ – 1 ½ ઇંચ
લવિંગ – 4 નંગ
ઇલાયચી – 2 નંગ
વરિયાળી – 1/2 ટી સ્પૂન
જીરું – 1/2 ટી સ્પૂન
સૂકા ધાણા – 2 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
લાલ મરચું – 1 ટી સ્પૂન
લીલાં મરચાં – 1 ટી સ્પૂન
આદું – 1 ઇંચ
લીલા ધાણા – 2 ટેબલસ્પૂન
છીણેલું કોપરું – 1 કપ
ખસખસ – 2 ટી સ્પૂન
કાજુ – 20 નંગ
ટમેટાં – 3-4 નંગ(કટકા)
તેલ – 4 ટેબલસ્પૂન
મીઠું – 1 ½ ટી સ્પૂન/ સ્વાદાનુસાર
પંજાબી મસાલો – 1 ટી સ્પૂન
🍕 Recipe
એક સ્ટીલના વાસણમાં વટાણા, ગાજર, ફણસી, ફ્લાવર, છાલ ઉતારેલા બટાટકાને સમારીને ઢાંકીને ગેસ પર બરાબર બફાઈ જાય ત્યાં સુધી ચઢવા દેવા.
તજ, ઇલાયચી દાણા, વરિયાળી, લવિંગ, જીરું, સૂકા ધાણા, હળદર અને લાલ મરચું બરાબર મિક્સ કરી મિકચરમાં એકદમ પાઉડર ક્રશ કરી લેવું.
તેમાં લીલાં મરચાં, આદું, લીલા ધાણા, કોપરું, ખસખસ, કાજુ, ટમેટાં અને પાણી (લગભગ 1 ½ કપ જેટલું) ઉમેરી બધું બરાબર મિક્સ કરી પ્યુરી બનાવી લેવી.
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ આવી જાય એટલે તેમાં પ્યુરી ઉમેરી 3-4 મિનિટ ચડે એટલે તેમાં બાફેલાં વેજિટેબલ તેના પાણી સાથે ઉમેરી દેવા.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું.
ગ્રેવી માપસરની ઘટ્ટ થાય એટલે પંજાબી મસાલો ઉમેરી દેવો.
શાક તૈયાર છે હવે તેને પીરસી શકાય.
વેજિટેબલ કોરમા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day