Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vatidalna Khaman
Home
Recipe
Vatidalna Khaman
Vatidalna Khaman
Farsan
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચણાની દાળ – 2 ½ કપ
દહીં – 1 ½ કપ
પાણી – 2 ½ કપ
ખાંડ – 1 ચમચી
આદું- મરચાંની પેસ્ટ – 2 ચમચી
ઇનો સોલ્ટ – 2 ચમચી
વઘાર માટે :
તેલ – 50 ગ્રામ
રાઈ – 1 ચમચી
લીલાં મરચાં – 5-7 નંગ ગોળ રિંગ જેવા સમારેલા
ખાંડ – 2 ચમચી
મીઠો લીમડો – 8-10 નંગ
લીલા કોપરાનું છીણ – 2 ચમચી
લીલા ધાણા – ઝીણા સમારેલા
🍕 Recipe
સૌ પ્રથમ દાળને ધોઈને 4 થી 5 કલાક પાણીમાં પલાળી લેવી.
પછી પાણી નિતારી તેમાં ખાટુ દહીં નાંખી મિક્સરમાં પીસી લેવું.
શિયાળામાં ખાટુ દહીં લેવું અને ઉનાળામાં મોળું દહીં ચાલે.
થોડું લીસું પીસવાનું અને થોડું પાણી નાંખી ખીરું બહુ ઘાટું પણ ન થાય અને બહુ પાતળું પણ ન થાય તેનું ધ્યાન રાખવું.
હવે આ ખીરામાં મીઠું નાંખી 5 થી 6 કલાક માટે આથો આવવા દેવો.
આથો આવી ગયા પછી તેમાં ખાંડ, આદું- મરચાંની પેસ્ટ નાંખી બધું બરાબર મિક્સ કરી લેવું.
હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકવું.
હવે ખીરામાં ઇનો ઉમેરીને 30 સેકન્ડ માટે હલાવવું અને ઢોકળિયાની પ્લેટમાં તેલ લગાવીને તેમાં ખીરું પાથરવું.
આ પ્લેટને તરત જ ઢોકળીયામાં 20 મિનિટ માટે મૂકવી.
તૈયાર થાય પછી ચપ્પુની મદદથી તેના કાપા પાડી લેવા.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, લીલાં મરચાં,લીમડાનાં પાન અને ખાંડ થી વઘાર કરવો.
થોડું પાણી ઉમેરી બરાબર ઊકળવા દેવું અને કાપા પડેલી ડીશમાં રેડવું.
ઝીણા સમારેલા ધાણાથી ગાર્નિશ કરીશું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
વાટીદાળના ખમણ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me