વટાણા-ફુલેવરનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Vatana Fulevernu-shak
Home
Recipe
Vatana Fulevernu-shak
Vatana-Fulevernu Shak
Sabji
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
સમારેલ ફ્લાવર – 300 ગ્રામ
લીલા વટાણા – 150 ગ્રામ
આદું-મરચાંની પેસ્ટ – 1/2 ટી સ્પૂન
રાઈ-જીરું – 1/2 ટી સ્પૂન
ટમેટાં – 2 નંગ સમારેલા
લાલ મરચું – 2 ટી સ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
પાણી – 1/2 ગ્લાસ
તેલ – 8 ટેબલસ્પૂન
કોથમીર – 1/2 વાટકી
ગરમમસાલો – 1 ટી સ્પૂન
મીઠા લીમડાનાં પાન – 8-10
🍕 Recipe
સૌ પ્રથમ ફ્લાવરના મીડિયમ સાઇઝના ટુકડા કરવા, વટાણા ફોલી રાખવા અને ટમેટાંને સમારી રાખવા.
ફ્લાવરના ટુકડાને થોડી વાર મીઠાના પાણીમાં પલાળી રાખવા જેથી તેમાં રહેલી જીવાત દૂર થઈ જાય.
હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ પર મૂકી, તેલ ગરમ કરવું.
પછી તેમાં રાઈ, જીરું નાંખી આદું- મરચાંની પેસ્ટ ઉમેરીલીમડાનાં પાન ઉમેરી સાતળવું.
હવે તેમાં પ્રથમ વટાણા નાંખી ડિશ ઢાંકી 4-5 મિનિટ ચડવા દેવા.
પછી તેમાં ફ્લાવર અને ટમેટાં નાંખી હલાવવું.
ડિશ મૂકી ચડવા દેવું.
થોડું પાણી ડિશ ઉપર મૂકવું અને થોડું શાકમાં ઉમેરવું.
ચડવા આવે એટલે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને ગરમમસાલો નાંખી હલાવવું.
ત્યારબાદ ઢાંકી દઈ 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી શાક કાઢી લેવું અને તેના પર કોથમીર ભભરાવવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day