Vanela Gathiya

Farsan

vanela-gathiya

Cooktime

45 મિનિટ

Weight

1 કિલો

Notes

વણેલા ગાંઠિયા તળેલા તીખા મરચાં અને પપૈયાંના સંભારા સાથે પીરસાય છે. જેટલો લોટ મસળીએ તેટલા ગાંઠિયા નરમ બને છે.
🥕 Ingredients

  • બેસન – 5 કપ
  • તેલ – 155 મિલી
  • મીઠું – સ્વાદાનુસાર
  • અજમો – 2 ½ ટેબલસ્પૂન
  • મરી – 2 ½ ટેબલસ્પૂન
  • બેકિંગ સોડા – 1 ટી સ્પૂન
  • પાણી – જરૂરિયાત મુજબ

🍕 Recipe

  1. એક વાટકીમાં મીઠું અને સોડા લઈ તેમાં 3 ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
  2. બેસનમાં વચ્ચે ખાડો કરી સોડાવાળું પાણી ઉમેરો અને 2 ચમચી તેલ ઉમેરો.
  3. લોટ મિક્સ કરી એમાં અજમો, મરી ઉમેરવા.
  4. થોડું તેલ લઈ લોટ બરાબર મસળી લો.
  5. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો.
  6. હવે લોટમાંથી થોડો લોટ લઈ તેને તેલવાળો કરી પ્લેટફોર્મ પર જ હથેળીની મદદથી પોચા હાથે દબાવતા ગાંઠિયા વણતા જવાના છે.
  7. તેને સ્લો ટુ મીડિયમ ગેસે તળો.