Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Undhiyu
Home
Recipe
Undhiyu
Undhiyu
Sabji
Cooktime
1 કલાક
Serving
5 વ્યકિત
Notes
મઠિયા બાફિને અને તળીને બન્ને રીતે નાંખી શકાય છે.
🥕 Ingredients
બટાટાં – 100 ગ્રામ
સૂરણ – 100 ગ્રામ
રતાળુ – 100 ગ્રામ
શકકરિયા – 100 ગ્રામ
ટમેટાં – 150 ગ્રામ
લીલાં મરચાં – 6 નંગ
નાના રવૈયા(રીંગણ) – 6 નંગ
કોથમીર – 100 ગ્રામ
આદું – 1 ટુકડો
ગુવાર – 50 ગ્રામ
પાપડી – 50 ગ્રામ
વાલોળ – 50 ગ્રામ
ફણસી – 50 ગ્રામ
તુવેર – 100 ગ્રામ
વટાણા – 100 ગ્રામ
તમાલપત્ર – 2
રાઈ – 1/2 સ્પૂન
લાલ સૂકું મરચું – 1
જીરું – 1/2 સ્પૂન
અજમો – 1/2 સ્પૂન
હળદર – 2 સ્પૂન
ગરમમસાલો – 2 સ્પૂન
ધાણાજીરું – 2 ટેબલસ્પૂન
લાલ મરચું – 2-1/2 ટેબલસ્પૂન
ખાંડ – 2 ટેબલસ્પૂન
પાણી – જરૂર મુજબ
કોથમીર – અડધો વાટકો
તેલ – 10-12 સ્પૂન
રવૈયા ભરવા માટે સામગ્રી:
ચણાનો લોટ – 1 ટેબલસ્પૂન
ધાણાજીરું – 1 સ્પૂન
લાલ મરચું – 1 સ્પૂન
હળદર – 1/4 સ્પૂન
મીઠું સ્વાદાનુસાર
ખાંડ – 1/4 સ્પૂન
ગરમમસાલો – 1/4 સ્પૂન
તેલ – 1 સ્પૂન
મૂઠિયાં બનાવવા માટે સામગ્રી:
ચણાનો લોટ – 100 ગ્રામ
ઘઉંનો લોટ – 1 ટેબલસ્પૂન
મેથી સમારેલી – 50 ગ્રામ
હળદર – 1/2 સ્પૂન
લાલ મરચું પાઉડર – 2 સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
લીંબુનો રસ – 1/2 સ્પૂન
બેકિંગ સોડા – ચપટી
તેલ – 2 સ્પૂન
ખાંડ – 1 સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ બટાટાં, સૂરણ, રતાળુ, શક્કરિયાને મિડિયમ સાઇઝના ટુકડા કરવા.
ગુવાર, પાપડી, વાલોળ, ફણસીને સમારી રાખવી.
તુવેર, વટાણાના દાણા કાઢી રાખવા.
નાના રવૈયાને બંને બાજુથી ચીરા કરી રાખવા.
ટમેટા, કોથમીર, આદું, મરચાંની પેસ્ટ કરી રાખવી.
રવૈયા ભરવા માટેનો મસાલો:
ચણાનો લોટ, ધાણાજીરું, લાલ મરચું, હળદર, મીઠું, ખાંડ, ગરમમસાલો, તેલ નાંખી મિક્સ કરી તે મસાલાથી રવૈયા ભરી લેવા.
મૂઠિયાં કરવા:
ચણાનો લોટ, ઘઉંનો લોટ, મેથી, હળદર, લાલ મરચું, મીઠું, લીંબુનો રસ, બેકિંગ સોડા, તેલ ખાંડ ઉમેરી મિક્સ કરી તેના મૂઠિયાં વાળવા.
હવે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, રાઈ, લાલસૂકું મરચું, જીરું, અજમો, હળદર, કોથમીર મરચાંની પેસ્ટ નાખવી.
હલાવી 2 મિનિટ સાતળવું પછી પાપડી અને તુવેરના દાણા નાખવા અને 2 મિનિટ સાતળવા.
બટાકાં, સૂરણ, રતાળુ, શક્કરિયા નાખવા.
પછી રવૈયા નાંખી મિક્સ કરવું મીઠું નાખવું.
ડિશ ઉપર ઢાંકી પાણી નાખવું.
4-5 મિનિટ ચડવા દેવું.
દર 4-5 મિનિટે હલાવતા રહેવું.
પછી રવૈયા ભરતા વધેલો મસાલો નાખવો, તેમાં ધાણાજીરું 2 ટેબલસ્પૂન લાલ મરચું 2-1/2 ટેબલસ્પૂન નાંખી મિક્સ કરવું.
ફરી ઢાંકવું ચડવા દેવું પછી તેમાં ટમેટાની પેસ્ટ નાખવી.
મૂઠિયાં 5-6 લઈ તેનો ભૂકો કરવો.
હવે શાકમાં ખાંડ-2 ટેબલસ્પૂન, પાણી-અડધો વાટકો, મૂઠિયાંનો ભૂકો કરી નાખવો.
પછી મુઠિયા નાખવા ત્યારબાદ ઢાંકી દેવું અને 5 મિનિટ પછી હલાવવું.
ઉપરથી ગરમમસાલો, કોથમીર નાખવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
ઊંધિયું | Food Recipe | Swaminarayan - Swaminarayan.me