મિક્સરમાં આદું, જીરું, લીલાં મરચાં, અજમો, શીંગદાણા અને તલ ઉમેરી પાણી વગર બધું અધકચરું ક્રશ કરી તેમાં લીલા ધાણા, ફુદીનો ઉમેરી ફરીથી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી.
બટાકાંમાં ચાર કાપા બટાકાં ના ટુકડા ન પડે એ રીતે પાડવા, શકરિયાના ગોળ ટુકડા કરવા, રતાળુની છાલ ઉતારી થોડા મોટા ટુકડા કરી લેવા.
હવે એક કૂકરમાં 1 કપ મીઠું ઉમેરી 1 સ્ટેન્ડ મૂક્વું અને તે સ્ટેન્ડ ઉપર જાળીવાળી પ્લેટ મૂકીને કુકર નું ઢાંકણ બંધ કરી દેવું. (પ્રિહિટ માટે)
એક વાસણમાં બનાવેલ પેસ્ટને લઈ તેમાં હળદર, ધાણાજીરું, મીઠું(સ્વાદ પ્રમાણે), ગરમમસાલો અને શીંગતેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી આ મસાલાને બટાકાંમાં વચ્ચે ભરી દેવું.
પછી જે મસાલો વધ્યો છે તેમાં પાપડી, પાપડીના દાણા, શકરિયા અને રતાળુ ઉમેરીને મિક્સ કરી દેવું અને બટાકાં પણ તે બધા શાકભાજી જોડે મિક્સ કરી દેવા.
હવે એક ફોઈલ પેપરમાં આ બધું શાકને લઈ વ્યવસ્થિત પેક કરી દેવું.
પછી તેને મીઠાવાળા કૂકરમાં મૂકી ઢાકણ બંધ કરી રિંગ અને સીટી વગરનું ઢાંકી 1 કલાક સુધી બાફવા દેવું.
પેકેટ ગરમ હોય એટલે જાળવીને બહાર લઈને પેકેટ ખોલી શાકને લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેવું.