Two In One Cone

ice cream

two-in-one-cone

Cooktime

45 મિનિટ

Serving

5 વ્યકિત

Notes

કોઈપણ બે આઇસક્રીમ લઈ શકાય અને આઇસક્રીમ ને થોડો લિક્વિડ કરીને કોનમાં બે સરખા ભાગે આ આઇસક્રીમને નાંખીને ફ્રીઝમાં જામવાં માટે મૂકી શકાય.
🥕 Ingredients

કોન બનાવવા માટે:

  • ખાંડ – 1/2 કપ
  • માખણ ઓગળેલું અને ઠંડું – 1/4 કપ
  • દૂધ – 3 ટેબલસ્પૂન
  • વેનીલા એસેન્સ – 1/2 ટી સ્પૂન
  • મેંદાનો લોટ – 1/3 કપ
  • મીઠું – 1/8 ટી સ્પૂન
  • તેલ – 3 ટેબલસ્પૂન
  • વેનીલા આઇસક્રીમ – 4 સ્કૂપ
  • ચોકો ચિપ્સ આઇસક્રીમ – 4 સ્કૂપ
  • એલ્યુમિનિયમ કોન મોલ્ડ

🍕 Recipe

  1. એક બાઉલમાં તેલ અને માખણ લઈને તેમાં દળેલી ખાંડ નાખવી અને બરાબર ફીણી લેવું.
  2. હવે તેમાં વેનીલા એસેન્સ અને મીઠું નાખવું.
  3. ત્યારબાદ તેમાં મેંદાનો લોટ અને દૂધ નાંખીને એક પાતળું ખીરું તૈયાર કરવું.
  4. ધ્યાન રહે ખીરું વધારે પાતળું ન થઈ જાય.
  5. હવે એક નોનસ્ટિક તવીમાં એક ચમચા વડે ખીરું લઈને તેને ગોળાકાર પૂડલાંની જેમ પાતળું લેયર કરવું.
  6. કોનનું પડ તૈયાર થાય એટલે તેને એલ્યુમિનિયમ કોન મોલ્ડ વડે કોન બનાવી લેવા.
  7. એમ બાકીના કોન બનાવી લેવા.
  8. હવે આ કોનમાં વેનીલા આઇસક્રીમનો સ્કૂપ અને ચોકો ચિપ્સ આઇસક્રીમનો સ્કૂપ ભરીને મૂકવો
  9. વાલા-વાલા ઘનું મહારાજને પીરસવું.

ટુ ઇન વન કોન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me