Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Trutifruti Icecream
Home
Recipe
Trutifruti Icecream
Trutifruti Icecream
ice cream
Cooktime
45 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
દૂધ – 1/2 લિટર
ખાંડ – 6-7 ટેબલસ્પૂન
જી. એમ. એસ. પાઉડર – 1/2 ટી સ્પૂન
સી. એમ. સી. પાઉડર – 1/4 ટી સ્પૂન
ક્રીમ – 100 ગ્રામ
ટૂટીફ્રૂટી – 25 ગ્રામ
વેનીલા એસેન્સ – 1/2 ટી સ્પૂન
🍕 Recipe
એક વાડકીમાં 50 ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી. એમ. એસ. પાઉડર અને સી. એમ. સી. પાઉડર બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-10 મિનિટ ઉકાળવું.
પછી પાઉડર મિશ્રીત દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેડર ફેરવી સ્મુધ બનાવવું.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઇસક્રીમથોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સ કરવું.
અને તેમાં ટૂટીફ્રૂટી નાંખી તેને ફરી મિક્સ કરવું.
હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી, આઇસક્રીમ ને ફ્રિજમાં સેટ થવા મુકવો.
આઇસક્રીમ બરાબર જામી જાય એટલે ફ્રિજમાંથી બહાર કઢી, તેની પર મનપસંદ ફલેવરના સિરપ રેડી, ટૂટીફ્રૂટી આઇસક્રીમની મજા લેવી.
ટૂટીફ્રૂટી આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day