ટૂટીફ્રૂટી ટોસ્ટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Trifuti Yost
Home
Recipe
Trifuti Yost
Trtifruti Tost
Bekari
Cooktime
2 કલાક
🥕 Ingredients
મેંદાનો લોટ – 2 કપ
ડ્રાય યીસ્ટ – 1/2 ટેબલસ્પૂન
ટૂટીફ્રૂટી – 3 ટેબલસ્પૂન
મીઠું – 1/2 ટેબલસ્પૂન
દળેલી ખાંડ – 4 ટેબલસ્પૂન
મિલ્ક પાઉડર – 1/4 કપ
નોર્મલ પાણી – 3/4 કપ
મેલ્ટેડ બટર – 1/4 કપ
🍕 Recipe
એક કપમાં મીઠું, 2 ટેબલસ્પૂન ખાંડ અને મિલ્ક પાઉડર લઈ તેમાં પાણી રેડી પછી તેને હલાવીને સાઇડમાં મૂકી રાખવું.
બીજા બાઉલમાં મેંદાનો લોટ લઈ યીસ્ટ અને ટૂટીફ્રૂટી નાંખો.
હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાંખી રોટલી જેવો લોટ બાંધી એક ક્લાક ઢાંકીને રહેવા દેવું.
ત્યારબાદ એ લોટને હાથથી દબાવીને તેમાં બાકીની વધેલી 2 ટેબલસ્પૂન ખાંડ અને મેલ્ટેડ બટર નાંખી દેવું.
હવે હાથ વડે જ બરાબર મિક્સ કરો, લોટ ખેંચાય તેવો મિક્સ કરવો.
પછી એ લોટના ચાર સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ તેને હાથની આંગળીથી દબાવીને પિઝાના રોટલા જેવો પહોળો કરવો.
પછી તેને હાથની મદદથી દબાવીને પાછો ગોળ-ગોળ રોલ કરી લેવો.
બાકીના બધા જ આ રીતે બનાવી લેવા.
ત્યારબાદ ઓવનની ટ્રેમાં બટર પેપર મૂકી થોડો લોટ છાંટી લેવો પછી તૈયાર થયેલા ડો મૂકવાં અને તેને 20 મિનિટ સુધી કાપડનો કકડો ઢાંકી રહેવા દો.
હવે ઓવનને 180C ડિગ્રી એ 10 મિનિટ પ્રિ-હિટ કરી લો અને તે ટ્રે ને બેક થવા 25 મિનિટ સુધી મૂકી દો.
25 મિનિટ બાદ ઓવનમાંથી બહાર કાઢી ફરી કાપડ ઢાંકીને ઠંડા થવા દો.
ત્યારબાદ ઠંડા થયા બાદ ચપ્પુની મદદથી એકસરખા કટ કરી લેવા. આશરે 35 નંગ જેવા થશે.
બધા ટોસ્ટ ઓવનની ટ્રેમાં ગોઠવી દેવા અને 180C ડિગ્રી પર 15 મિનિટ મૂકવાં.
15 મિનિટ પછી ફરીથી પલટાવીને 15 મિનિટ બેક કરી લેવા.
ગોલ્ડન બ્રાઉન થાય એટલે ટૂટીફ્રૂટી ટોસ્ટ તૈયાર.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day