ટોર્ટીલા તળવી ના હોય તો રોટલી ઉપર તેલ લગાવીને તેને ઓવનમાં આછા સોનેરી બેક કરી લેવા.
પાવભાજી મેશર થી બીન્સ દબાવવા ખૂબ સરળ પડે છે.
🥕 Ingredients
કોર્ન ટોર્ટીલા શેલ માટેની સામગ્રી:
કોર્ન ફ્લોર – 250 ગ્રામ
મેંદો – 250 ગ્રામ
બેકિંગ પાઉડર – 6 ગ્રામ
મીઠું – સ્વાદાનુસાર
તેલ – 20 મિલી
પાણી – જરૂર મુજબ
તેલ – તળવા માટે
રીફ્રાઈડ બીન્સ સામગ્રી:
પિન્ટો બીન્સ – 800 ગ્રામ
ટમેટાં – 4 મોટા
લાલ મરચું – સ્વાદાનુસાર
અજમો – સ્વાદાનુસાર
ઓરેગોનો – 1
પાર્સલી – જરૂરિયાત મુજબ
ઇટાલિયન સીઝનિંગ - જરૂરિયાત મુજબ
તેલ – 2 મોટી ચમચી
લીલા ધાણા – જરૂરિયાત મુજબ
પાણી – 1 વાડકી
મીઠું – સ્વાદાનુસાર
ચપટી બેકિંગ સોડા
સલાડ મિક્સની સામગ્રી:
મોટાં ટમેટાં (ઝીણા સમારેલાં) – 2 નંગ
લેટસ (ઝીણું સમારેલું) – 300 ગ્રામ (2 કપ)
આથેલાં મરચાં(ઝીણાં સમારેલાં) – 4-5 નંગ
આવકાડો (ઝીણા સમારેલા) – 1 નંગ
ઓલિવ (સમારેલા) – 10-12 નંગ
બેલ પેપર /કાશ્મીરી મરચાં (જીણા સમારેલા) – 1 નંગ
ચીલી ફ્લેક્સ – 1 ચમચી(સ્વાદાનુસાર)
ઓરેગોનો – 1/2 મોટી ચમચી
પાર્સલી – 1/4 મોટી ચમચી
ઇટાલિયન સીઝનિંગ – 1/2 મોટી ચમચી
છીણેલી ચીઝ – સ્વાદાનુસાર
મીઠું – સ્વાદાનુસાર
🍕 Recipe
કોર્ન ટોર્ટીલા શેલ માટેની રીત:
કોર્ન ફ્લોર, મેંદો અને બેકિંગ પાઉડરને ચાળી લેવા.
પછી તેમાં સ્વાદાનુસાર મીઠું અને તેલનું મોણ નાંખીને, પરોઠા જેવો લોટ બાંધી લેવો.
લોટને 10 મિનિટ ઢાંકીને રહેવા દો.
10 મિનિટ પછી પાતળા પરોઠા જેવી વણી લો અને કાચી પાકી લોઢી ઉપર શેકીલો.
હાઈ ફ્લેમ ઉપર ગેસ હોય તો લગભગ 30 સેકન્ડ આગળના ભાગમાં અને 50 સેકન્ડ પાછલા ભાગમાં ટોર્ટીલા ને શેકવી.
કાચી – પાકી ટોર્ટીલા તૈયાર થઈ જાય, પછી તે રોટલીને તેલમાં તળી લેવી.
રીફ્રાઈડ બીન્સ ની રીત:
પિન્ટો બીન્સને 4-6 કલાક પાણીમાં પલાળી રાખો. પિન્ટો બીન્સને ધોઈને ચપટી મીઠું અથવા બેકિંગ સોડા નાંખીને બીન્સ એકદમ પોચા થઈ જાય તેવા તેને બાફી લો.
કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં અજમોનો વઘાર કરો.
તેમાં બારીક સમારેલા ટમેટાં, લાલ મરચું, ઓરેગોનો, પાર્સલી અને ઇટાલિયન સીઝનિંગ નાંખો અને જ્યાં સુધી ટમેટાંની પ્યૂરીમાંથી તેલ ના છૂટે ત્યાં સુધુ તેને ધીમા તાપે ચડવા દેવું.
તેલ છૂટે તે બાદ, બાફેલાં પિન્ટો બીન્સને તેમાં નાંખો અને નાની વાડકી પાણી નાંખો.
મીઠું અને લીલા ધાણા નાંખો. બીન્સને દબાવીને તેની પેસ્ટ કરીલો.
બીન્સની પેસ્ટને 5-7 મિનિટ ચડવા દો, અને પછી ઠંડી પાડી લો.
સલાડ મિક્સની રીત:
ટમેટાં, આથેલાં મરચાં, આવાકાડો, ઓલિવ, બેલ પેપર/કાશ્મીરી મરચાં, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પાર્સલી, ઇટાલિયન સીઝનિંગ, છીણેલી ચીઝ અને મીઠું એક વાડકામાં મિક્સ કરી લેવા.
ટોસ્ટાડાની રીત:
એક કોર્ન ટોર્ટીલા લો, પછી તેના ઉપર રીફ્રાઈડ બીન્સનું જાડું લેયર લગાવો.
તેના ઉપર સલાડ મિક્સનું લેયર લગાવો. ઉપર થોડી એક્સ્ટ્રા ચીઝ ભભરાવો.
પછી તેને ઓવનમાં ચીઝ ઓગળી ના જાય ત્યાં સુધી ચડવા દો.
જો ચીઝ કાચી ભાવતી હોય તો આ સ્ટેપ ન કરો તો પણ ચાલે.