Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Tiramisu
Home
Recipe
Tiramisu
Tiramisu
Bekari
Cooktime
6 કલાક
Serving
5 વ્યકિત
🥕 Ingredients
તીરામિસુ સામગ્રી:
વિપિંગ ક્રીમ – 250 મિલી
ક્રિમ ચીઝ(પીગળેલી) – 170 ગ્રામ
ખાંડ – 50 ગ્રામ
વેનીલા એક્સટ્રેક – 5 મિલી
અનસ્વીટ કોકો પાઉડર – 200 ગ્રામ
દૂધ – 30 ગ્રામ
લેડી ફિંગર સામગ્રી:
બટર – 115 ગ્રામ
ખાંડ – 57 ગ્રામ
મેંદો – 145 ગ્રામ
દળેલી ખાંડ – 30 ગ્રામ
વેનીલા એક્સટ્રેક – 5 મિલી
બેકિંગ પાઉડર – ચપટી
🍕 Recipe
લેડી ફિંગર બનાવવાની રીત:
સૌ પ્રથમ ઓવન 350F(180ડિગ્રી) ગરમ કરવું, પછી કુકી પેન તૈયાર કરવી.
એક બાઉલમાં બટર અને સુગર મિક્સ કરી ફૂલે ત્યાં સુધી હલાવો.
પછી મેંદો, બેકિંગ પાઉડર, વેનીલા ભેગું કરી હલાવવું, બહુ મિક્સ નહિ કરવું.
પછી આ લોટને પાઈપિંગ બેગમાં(અડધો ઇંચ રાઉન્ડ ટીપ કટ કરેલી બેગ) મૂકીને પછી કુકી પેન ઉપર 3 ઇંચ લાંબી પટ્ટીઓ મૂકવી.
પછી ઓવનમાં મૂકી 10 થી 12 મિનિટ સુધી ગોલ્ડન થવા દેવી, એ બહુ બ્રાઉનના થઈ જાય એનું ધ્યાન રાખવું.(આછો પીળો થાય એટલે કાઢી લેવી)
પછી ઠંડી થવા માટે પાનમાંથી કાઢી ઠંડી થવા મૂકવી.
એકદમ ઠંડી થાય પછી દળેલી ખાંડ ભભરાવી.
પછી રૂમ ટેમ્પરેચર પર બે દિવસ ઢાંકીને રાખવી.
તીરામિસુ બનાવવાની રીત:
વિપિગ ક્રીમ મિક્સ કરવી જ્યાં સુધી જાડી(ફૂલે) ના થાય ત્યાં સુધી અને સાઇડમાં મૂકવી.
પછી એક બાઉલમાં ચીઝ ક્રીમ, ખાંડ, વેનીલા એક્સટ્રેક, મિક્સ કરી, વિપિંગ ક્રીમમાં ઉમેરવું.
પછી મિક્સ કરી ઈલેક્ટ્રીક મિક્સરથી બીટ કરવું, જ્યા સુધી સ્મૂથના થાય ત્યાં સુધી.
પછી કોકો પાઉડર અને દૂધ ભેગું કરવું એક બાઉલમાં બનાવેલી લેડી ફિંગર આ કોકો પાઉડરના મિશ્રણમાં ડીપ કરી મૂકવી.(બહુ ડીપ નહીં કરવી)
પછી 8 x 8 ઇંચ ચોરસ પાનમાં ગોઠવી દેવી.
પછી ક્રીમનું મિશ્રણ બનાવ્યું છે એની ઉપર લેયર કરવું.
પછી ફરી એની ઉપર બીજી લેડી ફિંગર મૂકી ફરીથી ક્રીમનું મિશ્રણનું લેયર કરવું.
આ રીતનું રીપીટ કરી બધી લેડી ફિંગર ઉપર મિશ્રણનુ લેયર કરી દેવું.
પછી ફ્રિજમાં ચાર કલાક અથવા રાત માટે ફ્રીઝમાં ઠંડું થવા મૂકી દેવું.
પીરસતા પહેલા ઉપર કોકો પાઉડર છાંટી દેવો.
આપણું તીરામિસુ રેડી છે પીરસવા માટે.
તિરામીસુ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day