એક વાટકીમાં થોડું દૂધ લઈ તેમાં કોર્ન ફલોર નાંખી, બરાબર મિક્સ કરી, સાઇડમાં રાખવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે, તેને ૨-૩ મિનિટ ઉકાળવું.
પછી કોર્ન ફલોરવાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે, દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, બરાબર મિક્સ કરી, દૂધને એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઇસક્રીમ થોડો જામે એટલે તેને ફ્રિજમાંથી બહાર કાઢી, મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સ કરવું. તેમાં બિસ્કીટનો ભૂકો અથવા ચોકોલટ કુકી નાંખીને બરાબર મિક્સ કરવું.
પછી તેને એક ટ્રેમાં પાતળું લેયર બને તે રીતે પાથરી દેવું અને તેના ઉપર બિસ્કીટ અથવા ચોકોલટ કુકી નાંખીને ગાર્નિશ કરવુ. હવે તેને ફરી 2 ક્લાક માટે ફ્રીજમાં મૂકવું.
આઇસક્રીમ બરાબર સેટ થઈ જાય પછી તેને બહાર કાઢીને તેને 3 ઇંચના અંતરે કાપા મૂકીને એક એક કાપાને તાવેથા વડે રોલ કરીને એક બાઉલમાં ચોકલેટ સિરપ કે સ્ટ્રોબેરી સિરપ નાંખીને ઘનું મહારાજને ધરાવવું.