Sutarfeni

Mistan

sutarfeni

Cooktime

45 મિનિટ

Weight

300 ગ્રામ

Notes

ચાસણી ઘાટી કે પાતળી બનાવવી હોય તે પ્રમાણે પાણી ઉમેરવું
🥕 Ingredients

સૂતરફેણી માટે :

  • મેંદો – 200 ગ્રામ
  • પાણી – 100 ગ્રામ
  • કોર્ન ફ્લોર – 3 ટી સ્પૂન
  • તેલ – 40 ગ્રામ
  • ઘી – 50 ગ્રામ

ચાસણી માટે:

  • ખાંડ – 200 ગ્રામ
  • પાણી – 100 મિલી
  • કેસર - જરૂર મુજબ
  • ઇલાયચી – સ્વાદાનુસાર
  • પિસ્તાની કાતરી - જરૂર મુજબ

🍕 Recipe

  1. સૌ પ્રથમ મેંદાના લોટમાં પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધવો. (10 મિનિટ સુધી ઢાંકીને રાખો)
  2. હવે ઘી, તેલ અને કોર્ન ફ્લોર મિક્સ કરી ફેંટો.
  3. મિક્સ થઈ જાય પછી મેંદાના લોટના લુવા બનાવો.
  4. તે લુવામાં વચ્ચે આંગળી વડે હોલ પાડી ઘી-તેલવાળા મિશ્રણમાં રગદોળીને 10 મિનિટ રાખો.
  5. ત્યારપછી તે લુવાને હળવા હાથે વચ્ચે જગ્યા રહે તે રીતે ખેંચી લાંબુ કરી હાથથી તેને બે વડું ફોલ્ડ કરવું.
  6. 1 લુવાને આ રીતે 5-7 વાર આમળવો અને દરેક વખતે ફોલ્ડને ડબલ કરતા જવા, જેમકે 2 ના 4 ને પછી 8.
  7. આમ 36 ફોલ્ડ થવા જોઈએ.
  8. ઘી – તેલવાળા મિશ્રણમાં આ રીતે બધા લુવાને ખેંચીને આંગળીથી તૈયાર કરો.
  9. હવે એક કડાઈમાં તળવા માટે તેલ મૂકો.
  10. પછી હવે ફૂલ તેલ આવી જાય પછી એક લુવાના ગૂંચળાને તેમાં નાંખી ધીમી આંચે તળો.
  11. કાંટા ચમચી વડે તે ગૂંચળાને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  12. હવે તેમાં સરસ મજાની સેવ છૂટી પડશે.
  13. તેને બહાર કાઢી તે ઠરે ત્યાં સુધી ચાસણી બનાવો.

ચાસણી બનાવવાની રીત:

  1. એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરો.
  2. ધીમી આંચે ગરમ કરો.
  3. 1 તારની ચાસણી આવે ત્યાં સુધી હલાવો.
  4. પછી એમાં થોડું કેસર (5-7 કળી) અને ઇલાયચી નાંખી દો.
  5. ત્યારબાદ સૂતરફેણી ઉપર ચાસણી ચમચા વડે રેડો અને ઉપરથી પિસ્તાની કાતરી વડે ગાર્નિશ કરો.