સૂરણની છાલ ઉતારીને તેના નાનાં ટુકડા કરી 15-20 મિનિટ સાદા પાણીમાં થોડું મીઠું લીંબુનો રસ ઉમેરી ઢાંકેલા વાસણમાં બાફી લેવું.
સૂરણ બફાઈ જાય એટલે પાણીમાંથી નિતારીને છૂંદીને તેમાં આદું- મરચાંની પેસ્ટ, જીરું પાઉડર, સ્વાદાનુસાર મીઠું અને ચણાનો લોટ(જરૂર પડે તેટલો) ઉમેરીને માવો બનાવી લેવો.
માવામાંથી મીડિયમ સાઇઝના ગોળ કોફતા વાળી લેવા.
પછી એક પેનમાં તેલ મૂકી કોફતાને શેલો ફ્રાય(ડૂબે તેટલા તેલમાં નહીં નીચે તળિયે અડે તેટલું જ તેલ લેવું) કરી બધી બાજુ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવીને તળી લેવા.
એક પેનમાં 4-5 ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં આદું 1-2 મિનિટ માટે સાંતડી લેવું.
લીલાં મરચાં તળી લેવા.
આ બંનેને એક કપમાં લઈ આદું-મરચાંને ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.(કાજુ-મગતરી પણ લઈ શકાય પેસ્ટ માટે)
એક પેનમાં તેલ ગરમ મૂકી જીરું ઉમેરી એ બ્રાઉન થાય એટલે હળદર અને ટોમેટો ગ્રેવી ઉમેરી તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, પજાબી(કિચન કિંગ) મસાલો અને મરી ઉમેરી દેવું.
1-2 મિનિટ પછી ધાણાજીરું, કાશ્મીરી લાલ મરચું અને આદું- મરચાંની પેસ્ટ ઉમેરી દેવી.
ત્યારબાદ 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી 3-4 મિનિટ પછી મીઠું અને ગરમમસાલો મિક્સ કરી દેવો.