એક મોટા બાઉલમાં હૂંફાળું પાણી, યીસ્ટ ,ખાંડ, મીઠું, અને ઑલિવ ઓઇલ મિક્સ કરી 5 મિનિટ સુધી રહેવા દો.
હવે તેમાં 1 કપ મેંદો ભેળવો અને 3 થી 5 મિનિટ સુધી મિક્સ કરો.
ત્યારબાદ ફરી 1 કપ મેદો નાંખો અને ભેગું થઈ જાય ત્યાં સુધી લોટ બાંધો,
હવે બીજો 1/4 કપ જેટલો મેંદો ઉમેરતા જવું જ્યાં સુધી લોટ સોફ્ટ બંધાઈ જાય ત્યાં સુધી.
બંધાયેલો લોટ હજુ બાઉલમાં નીચે ચોંટતો હશે તેને કાઢતા જવું અને મસળવાનું શરુ રાખવાનું,
લગભગ 8 મિનિટ સુધી આ રીતે લોટને મસળતા રહેવું.
હવે લોટ ભેગો થઈ બંધાઈ ગયો છે, હજુ બાઉલમાં નીચે થોડોક ચોંટશે, તેને બહાર કાઢી સપાટ જગ્યાએ લોટ ભભરાવીને તેની ઉપર લોટને એકદમ સ્મૂથ (લીસો) થાય ત્યાં સુધી મસળો, આમ કરવાથી લોટ બહુ સોફ્ટ થશે.
હવે લોટને બાઉલમાં મૂકી પ્લાસ્ટિક બેગ ફિટ બાંધી 30 મિનિટ સુધી ફૂલાવા દેવો. લોટ ફૂલી ગયા પછી તેને બાઉલમાંથી બહાર કાઢી તેના 4 લુવા કરી લો. હવે દરેક લોટના લુવાને પાતળા 9 થી 10 ઇંચ લાંબા લોફ તૈયાર કરો. લાંબા બનાવેલા લુવાને પાર્ચમેન્ટ પેપર મુકેલા બેકિંગ શીટમાં મૂકી ગોઠવો, બધા લુવાની વચ્ચે 2 ઇંચ જેટલી જગ્યા રાખીને ગોઠવવા. હવે આ બેકીંગ શીટને તેલ લગાવેલા પ્લાસ્ટિકથી ઢાંકી દેવી અને લોફને 1 કલાક સુધી ફૂલવા દેવો, ડબલ સાઇઝ થાય ત્યાં સુધી.
લોફ ફૂલીને તૈયાર થવા આવે તેની થોડી વાર પહેલા ઓવન 350°F તાપમાન મૂકી શરુ કરવું, જયારે લોફ ફૂલીને તૈયાર થઈ જાય એટલે તે 350 °F ગરમ થઈ ગયેલા ઓવનમાં શેકવા માટે 25 મિનિટ માટે મૂકી દેવું. હવે જયારે બ્રેડ બનીને તૈયાર થઈ જાય એટલે ઓવનમાંથી બહાર કાઢી તેની ઉપર ઘી લગાવવું, અને કાપડના ટુકડા વડે તેને ઢાંકી ઠંડા થવા દેવા.
બ્રેડને 30 મિનિટ સુધી ઠંડી થવા દેવી ત્યારબાદ જ તેને કટ કરવી. ઠંડી કરી કટ થઈ ગયા પછી બ્રેડ તૈયાર છે પીરસવા માટે.
સબવેની રીત:
પહેલા બ્રેડને લાંબી કાપવાની અને એના બે પડ કરવાના. 2 સલાઇસ ચીઝ મૂકવી, પછી લેટસ મૂકવું, ટમેટાં, કાકડી, લીલા કેપ્સીકમ મરચાં, ઓલિવ,મસ્ટર્ડ, તેલ, વિનેગર, ઓરેગાનો, મરી, અને મીઠું મૂકવું.