Strawberry Icecream

Ice Cream

strawberry-icecream

Cooktime

45 મિનિટ

Serving

5 વ્યકિત
🥕 Ingredients

  • દૂધ – 1/2 લિટર
  • ખાંડ – 7-8 ટેબલસ્પૂન
  • સ્ટ્રોબેરી – 200 ગ્રામ
  • ક્રીમ – 100 ગ્રામ
  • કોર્ન ફલોર – 1 ટી સ્પૂન
  • જી. એમ. એસ. પાઉડર – 1/2 ટી સ્પૂન
  • સી. એમ. સી. પાઉડર – 1/4 ટી સ્પૂન
  • કાજુ, બદામ, પિસ્તાની કાતરી – 50 ગ્રામ
  • સ્ટ્રોબેરી એસેન્સ – 1/2 ટી સ્પૂન
  • સ્ટ્રોબેરી ટુકડા – 4-5 નંગ

🍕 Recipe

  1. સૌ પ્રથમ સ્ટ્રોબેરીનો પલ્પ તૈયાર કરી લેવો.
  2. એક વાડકીમાં ૫૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
  3. દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
  4. હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
  5. દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-1૦ મિનિટ ઉકાળવું.
  6. પછી પાઉડર વાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
  7. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
  8. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
  9. દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને સ્ટ્રોબેરી એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેન્ડર ફેરવી સ્મુધ બનાવવું.
  10. હવે તેમાં સ્ટ્રોબેરીનો પલ્પ ઉમેરીને મિક્સ કરી લેવો.
  11. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
  12. આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સરમાં મિક્સ કરવું.
  13. તેમાં કાજુ, બદામ અને પિસ્તાની કાતરી નાખવી.
  14. હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી તેના ઉપર સ્ટ્રોબેરીના ટુકડા પાથરવા અને આઇસક્રીમને ફ્રિજમાં સેટ થવા મુકવો.

સ્ટ્રોબેરી આઇસક્રીમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me