Spring Dhosa

Fast Food

spring-dhosa

Cooktime

70 મિનિટ

Serving

4 વ્યકિત

Notes

આ વાનગી ગરમ ગરમ જ સારી લાગશે. આ ઢોસા સાંભાર અને ટોપરાની ચટણી સાથે જમાય.
🥕 Ingredients

  • સાંભાર - જરૂર મુજબ
  • નારિયેળની ચટણી - જરૂર મુજબ

ઢોસા માટે સામગ્રી:

  • ઢોસાનું ખીરું - 1 ½ લિટર
  • લાલ ચીલી પેસ્ટ - 60ગ્રામ

ટોપિંગ માટે સામગ્રી:

  • છીણેલું ગાજર - 100 ગ્રામ
  • લાલ કેપ્સીકમ મરચાં (ઝીણાં સમારેલાં) - 1 નંગ
  • લીલાં કેપ્સીકમ મરચાં (ઝીણાં સમારેલાં) - 1 નંગ
  • તીખાં મરચાં (ઝીણાં પીસેલાં) - 4-5 નંગ
  • કોબી (ઝીણી સમારેલી) – 100 ગ્રામ
  • ધાણા (ઝીણા સમારેલા) – જરૂરિયાત મુજબ
  • મીઠું - સ્વાદાનુસાર
  • તેલ

🍕 Recipe

ટોપિંગની રીત:

  1. એક તપેલામાં તેલ ગરમ કરી, એમાં ઉપરના બધા શાક નાંખીને એમાં સ્વાદાનુસાર મીઠું નાખવું.
  2. પછી શાકને 2 મિનિટ સાંતળી અને ઠંડું થવા દો.
  3. પેન ને ગરમ કરવી, પછી એક વાડકીમાં પાણી અને તેલ ભેગું કરવુ.
  4. પાણી અને તેલમાં એક કકડો પલાળી ને નીચોવો.
  5. પછી એ ભીના કકડાથી હલકા હાથે આખા પેન ઉપર ફેરવી દેવુ.
  6. એક ચમચી તેલ પેન ઉપર મૂકવું પછી એક ચમચા જેટલું ઢોસાનું ખીરું લઈને પેનના વચ્ચેના ભાગમાં મૂકવું.
  7. પછી ચમચાથી ખીરા ને ગોળ ગોળ ફેરવીને આખા પેનમાં પાથરી દેવું, એની ફરતે થોડું તેલ નાખવું.
  8. હવે ઢોસા ઉપર લાલ ચીલી પેસ્ટ સ્વાદાનુસાર પાથરવી.
  9. પછી સાંતળેલું શાક ઢોસા ઉપર પાથરવું.
  10. ઢોસો ગુલાબી રંગનો થાય એટલે એને રોલ કરીને પીરસવું.
  11. હવે તમારો સ્પ્રિંગ ઢોસો તૈયાર થઈ ગયો છે.