સ્પાઇસી મસાલા કચોરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Spicy Masala-kachori
Home
Recipe
Spicy Masala-kachori
Spicy Masala Kachori
Farsan
Cooktime
35 મિનિટ
Serving
4 વ્યકિત
Notes
કચોરીઓ માટે ખૂબ નરમ લોટ બાંધવો.
🥕 Ingredients
લોટ માટે:
મેંદાનો લોટ – 1 કપ
તેલ – 2 ચમચી
મીઠું – 4 ચમચી અથવા સ્વાદ મુજબ
પૂરણમાટે :
ચણાના લોટની સેવ – 100 ગ્રામ
કાજુ – 2 ચમચી
બદામ – 2 ચમચી
કિસમિસ – 1 ચમચી
મીઠી ચટણી – 2 ચમચી
ખસખસ – 1 ચમચી
તલ – 1 ચમચી
જીરું – 1/2 ચમચી
મોટી એલચી – 2 નંગ
વરિયાળી – 1 નાની ચમચી
ધાણાપાઉડર – 1 ટી સ્પૂન
આમચૂર પાઉડર – 1/2 ટી સ્પૂન
લાલ મરચું પાઉડર – 4 ચમચી
ગરમમસાલો – 4 ચમચી
હળદર પાઉડર – 4 ચમચી કરતા ઓછી
મીઠું – 1/2 ચમચી
તેલ – કચોરીઓ તળવામાટે
🍕 Recipe
બાઉલમાં લોટ લઈને તેમાં 2 ચમચી તેલ અને મીઠું નાંખો અને સારી રીતે મિક્સ કરી દો.
હવે તેમાં પાણી ઉમેરીને નરમ લોટ બાંધવો અને તેને કાપડથી ઢાંકીને મૂકી દો.
પૂરણ બનાવવા માટે :
સૌ પ્રથમ સેવને હાથ વડે ભૂકો કરી લો અને બદામ-કાજુને પીસી લો.
હવે એક કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો, તેમાં જીરું ઉમેરીને ફ્રાય કરો.
જીરું શેકાઈ જાય એટલે ખસખસ, તલ નાંખો અને થોડું શેકી લો.
હવે તેમાં ધાણા પાઉડર, વરિયાળીનો પાઉડર, એલચી, હળદર, કાજુ, બદામ, સેવ નાંખો.
પછી ગરમમસાલો, મીઠું, આમચૂર અને લાલ મરચું નાંખી મિક્સ કરી લો અને 2-3 મિનિટ બધા મસાલા શેકાવા દો.
હવે મસાલામાં કિસમિસ અને મીઠી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી ફરી 1 મિનિટ માટે ફ્રાય કરો.
હવે તે તૈયાર થઈ જાય પછી ગેસ બંધ કરો અને પૂરણને બાઉલમાં કાઢી ઠંડું થવા દો.
ત્યારબાદ બાંધેલો લોટ અને માવાના પૂરણના સરખા ભાગે ગોળા કરી લો.
હવે લોટનો એક ગોળો લઈને તેની થોડી જાડી પૂરી વણો અને તેમાં બનાવેલો ડ્રાય માવો ભરીને બધી બાજુથી પૂરી વાળીને પેક કરી દો.
બન્ને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી સરસ ગોળાકાર કચોરીનો આકાર આપવો.
હવે આ કચોરીઓને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day