ચાસણી બરાબર નહીં આવેતો સોનપાપડી બનશે નહીં.
કોર્ન સિરપ નાખવાથી ખાંડના ક્રિસ્ટલ નહીં થાય.
🥕 Ingredients
ચણાનો લોટ –100 ગ્રામ
મેંદો –50 ગ્રામ
ઘી - 100 ગ્રામ
ખાંડ - 300 ગ્રામ
પાણી – 200 મિલી
લીંબુ - અડધું
પિસ્તા કાતરી - 1 ટી સ્પૂન
🍕 Recipe
એક પેનમાં ઘી લઈને ગેસ પર ગરમ કરવા મૂકવું અને તેમાં ચણાનો લોટ અને મેંદો નાંખી મિક્સ કરીને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવો.
આ મિશ્રણ પ્રવાહી રૂપમાં જ રહેવું જોઈએ, તેને ઠંડું થવા સાઇડ પર મૂકી રાખો.
હવે એક વાસણમાં ખાંડ લઈ અને ખાંડ ડૂબે તેટલું પાણી લઈને તેને ગેસ પર ચાસણી બનાવવા મૂકવું.
બધી જ ખાંડ ઓગળી જાય અને ચાસણી જાડી થવા માંડે એટલે તેમાં લીંબુ નિચોવી દેવું.
વચ્ચે વચ્ચે શેકેલા લોટને હલાવતા રહેવો જેથી તે જામી ન જાય.
ચાસણી તૈયાર છે કે નહિ તે તપાસવા એક નાના બાઉલમાં પાણી ભરવું.
પછી તેમાં અડધી ચમચી ચાસણી નાખવી, ઠરી જાય એટલે હાથમાં લઈ જોવું કે તેની ગોળ ગોળી બને છે.
જો ગોળ ગોળી બનવા માંડે એટલે આપણી ચાસણી તૈયાર છે.
પછી એક થાળીમાં ઘી લગાડી તેમાં રેડી દેવી.
પછી તેને ચમચીની મદદથી બધી બાજુ હલાવવી અને જલ્દીથી ઠારવી.
જેમ ચાસણી ઠરસે તેમ તેનો કલર ડાર્ક થતો જશે.
જો થાળીમાં ચોટવા લાગે તો બીજી થાળીમાં ઘી લગાવી તેમાં ટ્રાન્સફર કરી શકાય છે.
ચાસણી થોડી ઠંડી થાય અને હાથમાં દઝાય નહીં તેનું ધ્યાન રાખીને હાથમાં ઘી લગાવીને ખેંચવી.
આમ ખેંચીને ફરી ભેગી કરીને ફરી ખેંચવું. (અડદના પાપડ બનાવતી વખતે જે રીતે લોટને ખેંચીએ તે રીતે કરવું.)
જ્યાં સુધી તે સફેદ જેવો કલર થાય ત્યાં સુધી ખેંચવું પછી પ્રથમથી શેકેલા લોટને ઉમેરીને પાછું ખેંચવું.
જ્યાં સુધી તેમાં તાર ન બને અને શેકેલો લોટ બધો જ ચાસણી સાથે મિક્સ થાય ત્યાં સુધી ખેંચીને ભેગું કરી પાછું ખેંચીને ભેગું કરવું.
આમ થોડી વાર કરતાં એક સમયે તે ખેંચાવાનું બંધ થઈ જશે.
ત્યારબાદ તેને ચોરસ બોક્સમાં બટર પેપર પાથરીને તેમાં એક જાડું લેયર કરી તેના ઉપર પિસ્તાની કાતરી લગાવીને દબાવી દેવું અને એકાદ કલાક પછી તેના ચોરસ ટુકડા કરી લેવા.