Schezwan Chutney

Chatani

schezwan-chutney

Cooktime

30 મિનિટ

Serving

2 વ્યકિત

Notes

જો આ ચટણી ઘટ્ટ કરવી હોય તો તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર પણ ઉમેરી શકાય છે. ચટણીમાં ખાંડના બદલે ટમેટાં નો સોસ પણ ઉમેરી શકાય છે.
🥕 Ingredients

  • લાલ સૂકાં મરચાં – 150 ગ્રામ
  • ગરમ પાણી – 2-3 ગ્લાસ
  • તેલ – 3 મોટા ચમચાં
  • આદુંની પેસ્ટ – 1 ચમચી
  • ખાંડ – 2 ચમચી
  • વિનેગર – 3 ચમચી
  • સોયા સોસ – 2 ચમચી
  • મરી પાઉડર – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદાનુસાર

🍕 Recipe

  1. સૌ પ્રથમ સૂકા લાલ મરચાંને ફૂલ ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ સુધી પલાળી દો.
  2. મરચાં પલળી જાય એટલે તેને એક મિક્સર ઝારમાં પીસી લો. એકદમ જીણું પીસવું નહીં.
  3. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુંની પેસ્ટ અને ધાણાના દાંડલા નાંખી 1 મિનિટ રહેવા દો.
  4. ત્યારબાદ તેમાં પીસેલા મરચાંની પેસ્ટ ઉમેરી દો ગેસ ધીમો રાખવો.
  5. તેમાં મીઠું, ખાંડ, મરી પાઉડર, વિનેગર, સોયા સોસ ઉમેરીને બરાબર હલાવી લો.
  6. તેમાંથી તેલ છૂટવા લાગે અને બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરવો.
  7. પછી તે ઠંડી થઈ જાય એટલે એક ડબ્બામાં ભરીને ફ્રિજમાં રાખી દો.
  8. તૈયાર છે સીઝવાન ચટણી.

સીઝવાન ચટણી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me