સૌ પ્રથમ મેંદામાં સોડા, ઘી અને જરૂર મુજબ પાણી નાંખી પરાઠા જેવો કઠણ લોટ બાંધવો.
25-30 મિનિટ લોટને ઢાંકી રાખો.
હવે તે લોટના રોટલીના લુવા જેવા ચપટા લુવા બનાવો તેમાં કાંટા ચમચીથી થોડા કાણાં પાડી દેવા જેથી તળતી વખતે ફૂલે નહીં.
પછી એક વાસણમાં તેલ/ઘી ગરમ કરો અને ધીમી આંચે તે લુવાને તળી લો.
બંને બાજુ ફેરવતા રહો અને આછા પીળા રંગના થાય ત્યાં સુધી તળવા.
ત્યારબાદ તેને ચાસણીમાં ડૂબાડો.
ચાસણી બનાવવાની રીત:
એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરો.
હવે થોડા બબલ્સ થાય પછી 1 ચમચીમાં થોડી ચાસણી લઈ ચેક કરો.
2 તારની ચાસણી લેવી.
ત્યારબાદ ચાસણી થોડી ઠંડી પડે પછી તેમાં તળેલા સાટા એક-એક નાખતા જાવ અને બંને બાજુ ફેરવવા. એક થાળીમાં થોડું ઘી લગાવી તેમાં મૂકો જેથી ચાસણી થાળીમાં ચોંટે નહીં.