મેંદાના લોટમાં અજમો અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી તેમાં 4 ચમચી તેલનું મોણ દઈને પાણીથી માપસરનો લોટ બાંધી લેવો.
એને ઢાંકીને 20-25 મિનિટ સેટ થવા માટે રાખી દો.
સ્ટફિંગ માટે:
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે આદું-મરચાં નાંખીને થોડું ફ્રાય થઈ જાય એટલે લીલા વટાણા ઉમેરીને થોડીવાર ફ્રાય કરી તેમાં હળદર, લાલ મરચું અને કાજુ ઉમેરીને 1 મિનિટ સુધી હલાવવું.
પછી તેમાં બટાટાં, ગરમમસાલો, શેકેલા જીરાનો પાઉડર અને મીઠું નાંખીને 2-3 મિનિટ હલવીને ગેસ બંધ કરી દેવો.
પછી તેમાં ધાણા મિક્સ કરી દેવા.
મસાલો ઠંડો થઈ જાય પછી તેમાં ચાટ મસાલો અને આમચૂર પાઉડર ઉમેરીને મિક્સ કરી દેવો.
સમોસા માટે:
લોટના નાના લૂઆ વાળીને તેને થોડી જાડી રોટલી વણીને તેના બે ભાગ કરીને એક ભાગને વાળીને બીજી બાજુ થી વાળીને સમોસા આકારનું કરીને તેમાં સ્ટફિંગ ભરી ઉપરથી પાણી લગાવીને સામસામેના બે પડ ચોંટાડીને વાળી દેવું.
સમોસા આ રીતે વળી જાય એટલે તેલ ગરમ મૂકી ધીમા ગેસે સમોસા ધીમે-ધીમે ફેરવતા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દો. (જો ધીમા ગેસે તળો તો લગભગ 7-8 મિનિટ થાય.)