સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું, દહીં અને તેલ ઉમેરી હૂંફાળા પાણીથી લોટ બાંધવો અને રોટલી કરતાં થોડો ઢીલો લોટ બાંધવો પછી બરાબર મસળવો.
આ લોટને ભીના કપડાથી ઢાંકી તેના પર થાળી ઢાંકી 2 કલાક સુધી મૂકી રાખવો.
હવે એક બાઉલમાં ઘી અને બટર લઈ તેમાં કોથમીર નાંખી મિક્સ કરવું.
2 કલાક પછી લોટના થોડા થોડા મોટા લુઆ કરી મેંદાના લોટમાં બોળીને વણવી.
હવે લોઢી ગરમ થાય એટલે નાનને પાણી લગાવી લોઢીમાં મૂકવી જેથી એ છોટી જશે॰
પછી એક સાઇડ શેકાય ગયા બાદ લોઢીને ઊંધી કરી નાનને ડાઇરેક્ટ ગેસ પર બીજી બાજુ શેકવી.
તેના ઉપર ઘી અને બટર તથા કોથમીરવાળું મિશ્રણ લગાવી લઈ લેવું.