સૌ પ્રથમ રીંગણ અને બટેટાં ને સમારી નાના ટુકડા કરી લેવા અને આદું- મરચાંની પેસ્ટ બનાવવી.
હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેમાં જીરું નાંખી મીઠા લીમડાનાં પાન ઉમેરી આદું- મરચાંની પેસ્ટ અને ટમેટાં ના ટુકડા ઉમેરવા અને પછી સમારેલા રીંગણાં અને બટેટાં ઉમેરીને મિક્સ કરી લેવા.
ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર અને મીઠું ઉમેરી બરાબર હલાવી તેમાં અડધો ગ્લાસ પાણી નાંખી કુકર માં એક-બે વ્હિસલ થવા દેવી.