તેમાં દળેલી ખાંડ નાંખો અને તેને એક મિનિટ માટે બીટર વડે ફીણવું.
હવે તેમાં વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો.
તેને ફરી 1-2 મિનિટ માટે ફીણી લેવું.
હવે તૈયાર મિશ્રણને નાના કેન્ડીના મોલ્ડમાં લઈને તેને 8 કલાક અથવા જ્યાં સુધી તે સંપૂર્ણપણે સેટ થઈ જાય ત્યાં સુધી ફ્રીજમાં જામવાં માટે મૂકવી.
હવે રાસબેરી પલ્પ બનાવવા માટે રાસબેરી ફ્રૂટ અને ખાંડને મિક્સરમાં મિક્સ કરી લેવા. તેમાં રાસબેરી લાલ કલર નાખવો અને થોડું પાણી નાંખીને મિક્સરમાં મિક્સ કરી લેવું.
હવે આ રાસબેરી સિરપને મોટા કેન્ડીના મોલ્ડમાં ચમચી ભરીને નાખવું.
પછી તેમાં ફ્રીજમાંથી જામેલી કેન્ડી મોલ્ડમાંથી બહાર કાઢીને તેને મોટા મોલ્ડમાં જેમાં રાસબેરી સિરપ નાખ્યું છે તેમાં કેન્ડી બરાબર વચ્ચે રહે તેમ ડૂબાડી દેવી.
ફરીવાર ફ્રીજમાં જામવાં માટે મૂકી દેવી.
જામી જાય પછી તેને સાવચેતી પૂર્વક મોલ્ડમાંથી બહાર કાઢીને ઘનું મહારાજને પીરસવી.