રાજમાને 8 – 10 પલાળવા, પછી બરાબર ધોઈને એક કુકરમાં પાણી, સોડા અને મીઠું નાંખી બાફી લેવા.
ટમેટાં આદું- મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવી.
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાંખી તેમાં હળદર, ધાણાજીરું, મરચું નાંખી ટમેટાંની પેસ્ટ નાંખી બધું બરાબર મિક્સ કરી લેવું. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને હલાવવું.
હવે તેમાં બાફેલાં રાજમા નાંખી જરૂર મુજબ પાણી નાંખી 2–3 મિનિટ પકવવું.
ત્યારબાદ લીંબુ, ગરમમસાલો અને લીલા ધાણા નાંખી તૈયાર કરવું.