એક વાડકીમાં ૫૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર અને મિલ્ક પાઉડર નાંખી, બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું. (દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું)
અડધા ડ્રાયફ્રૂટસનો કરકરો ભૂકો કરવો અને અડધાની પાતળી કાતરી કરવી.
બે ટેબલસ્પૂન હુફાળા દૂધમાં કેસરને થોડીવાર પલાળી રાખવું.
પછી તેને દૂધમાં બરાબર મિક્સ કરી, સાઇડમાં રાખવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે , દૂધને 10 મિનિટ ઉકાળવું.
પછી કેસર અને કસ્ટર્ડ પાઉડરવાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને 2-3 મિનિટ ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય (ચમચી પર ચોંટે તેવું) એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ, માવો, પીળો કલર અને વેનીલા એસેન્સ નાંખી, બરાબર મિક્સ કરવું.
હવે આ મિશ્રણને એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ૨-૩ કલાક ફ્રિજમાં મૂકવું.
આઈસક્રીમ થોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને બીટર વડે એકદમ સ્મુધ થાય ત્યાં સુધી બીટ કરવું.
પછી તેમાં ડ્રાયફ્રૂટસનો ભૂકો અને થોડી કાતરી મિક્સ કરવી.
હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાંભરી, તેની ઉપર ડ્રાયફ્રૂટસની કાતરી નાંખી, આઈસક્રીમને ફ્રિજમાં સેટ થવા મુકવો.