પફ પેસ્ટ્રી શીટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Puff Pastry-sheets
Home
Recipe
Puff Pastry-sheets
Puff Pastry Sheets
Mukhvas
Cooktime
120 મિનિટ
🥕 Ingredients
રીત 1 :
મેંદો – 250 ગ્રામ
મીઠું – 1/2 ટી સ્પૂન
માર્જરીન(વેજીટેબલ ઘી)– 115 ગ્રામ
રીત 2 :
મેંદો - 250 ગ્રામ
માખણ - 200 ગ્રામ
મીઠું - 1/4 ટી સ્પૂન
પાણી - 125 મિલી
🍕 Recipe
રીત 1 :
સૌ પ્રથમ મેંદાના લોટમાં મીઠું અને 15 ગ્રામ જેટલું માર્જરીન નાંખી બરાબર લોટને મિક્સ કરી લેવો.
ત્યારબાદ એકદમ ઠંડા પાણીથી લોટ બાંધવો, લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જવું.
રોટલી કરતાં કઠણ અને પરોઠા કરતાં ઢીલો લોટ બાંધવો.
10 થી 15 મિનિટ સુધી લોટને બરાબર મસળવો, લોટ ખેચવો ફરી પાછો ભેગો કરવો એ રીતે મસળતું જવું એટલે લોટ એકદમ નરમ થશે.
લોટનો લુવો બનાવી પાતળો અને બધી બાજુથી એકસરખો ચોરસ રોટલો વણવો.
રોટલો વણવા કોરો લોટ લઈ શકાય.
30 થી 35 ગ્રામ માર્જરીનને મસળીને સુવાળું થાય પછી રોટલા ઉપર એકસરખું લગાવવું.
હવે રોટલાને ફોલ્ડ કરવો, રોટલાને એક કિનારીએથી લઈ વચ્ચે સેંટરમાં લેવો, બીજી કિનારીને લઈ તેની બીજી ધાર ઉપર મૂકવો.
હવે તેને 15 મિનિટ સુધી ફ્રિજમાં રાખવું.
15 મિનિટ પછી ફ્રિજમાંથી બહાર કાઢી ફરી માર્જરીન લગાવી ઉપરની રીતે ફરી વણવું અને ફોલ્ડ કરવું.
ફરી 15 મિનિટ ફ્રિજમાં મૂકી ઉપર મુજબ ફરી રિપીટ કરવું.
ત્યારબાદ ફરીને તેને વણી અને ફોલ્ડ કરી ફ્રિજમાં મૂકવો.
આ એક પફ પેસ્ટ્રી ડો તૈયાર થશે.
રીત 2:
એક બાઉલમાં લોટ લઈ તેમાં માખણ નાખી મિક્સ કરવું.
માખણ એકદમ ઠંડુ હોવું જરૂરી છે અને તેના ટુકડા કરીને લોટમાં નાખવા.
માખણના ટુકડા લોટ સાથે એકદમ મિક્સ કરવાની જરૂર નથી.
લોટ અને માખણના ટુકડાને હાથમાં લઈ ચોળવાનું છે.
ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો.
લોટ એકદમ સ્મૂથ ન બને તો કશો વધો નહીં પણ સોફ્ટ હોવો જરૂરી છે.
હવે તેને થોડો દબાવી ચોરસ આકાર આપી એક પ્લાસ્ટિકમાં પેક કરી ફ્રીજમાં 1 કલાક માટે રાખવો.
1 કલાક બાદ ફ્રીજમાંથી કાઢી તેના પર કોરો મેંદાનો લોટ છાંટી તેને વણીને લંબચોરસ આકાર આપવો.
હવે તેને 3 ફોલ્ડ કરવો કહેતા લાંબી સાઈડની એક કિનારીને વચ્ચે સુધી વાળવી અને બીજી સાઈડની કિનારીને વાળીને તેના પર મૂકવી.
ફરીને લોટ પર કોરો લોટ છાંટીને ઉપર મુજબ ફોલ્ડ કરવું.
વચ્ચે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી પરંતુ જો લોટ ચોટવા માંડે તો 15 મિનિટ ફ્રીજમાં મૂકવો.
આવી રીતે કુલ 5 વાર ફોલ્ડ કરવું, અને પછી ફ્રીજમાં મૂકી દેવો.
પફ પેસ્ટ્રી સીટ તૈયાર છે, જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે કિનારીઓ કટ કરવાનું ભૂલવું નહીં.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day