મેંદાના લોટમાં તેલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી ¼ કપથી ઓછા પાણીથી લોટ બાંધીને 15-20 મિનિટ રાખી મૂકવો.
સ્ટફિંગ માટે :
એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ મૂકી બટેટાં ફોલીને છૂંદી લેવા.
તેલ આવી જાય એટલે પહેલા લીલાં મરચાં ઉમેરી પછી લીલા વટાણા નાંખી થોડા અધકચરા દબાવી દેવા પછી બટેટાં ઉમેરી અને પનીરના ઝીણા કટકા કરી ઉમેરીને તેમાં કાજુના કટકા અને દ્રાક્ષ ઉમેરી દો.
આ બધું પેનમાં 3-મિનિટ સુધી શેકાવા દેવું.
હવે સ્ટફિંગ તૈયાર છે તેને બાઉલમાં કાઢી લો.
20-મિનિટ પછી લોટના લૂઆ કરી તેની પૂરી વણી લેવી.
પૂરી છેડેથી વણવી વચ્ચેથી નહીં જેથી પોટલી તૂટે નહીં અને ઉપરથી તળતી વખતે કાચી ના રહે.
પછી આ પૂરીમાં 1 ટી સ્પૂન સ્ટફિંગ ભરી પૂરીની બોર્ડર પર પાણી લગાવી તેને ઉપરથી પોટલીની જેમ પેક કરી દેવી.
તેની પોટલી વળે એટલે સ્ટફિંગ ભર્યું હોય તે પૂરું થાય ત્યાં બરાબર વચ્ચેથી દબાવી દેવું.
પછી તેલ ગરમ કરી મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવું.
લગભગ 8-10 મિનિટ થશે સમોસાનો એક રાઉન્ડ તળવા માટે.
આ પોટલી સમોસાને ધાણાની લીલી ચટણી અથવા ટમેટાં સોસ સાથે પીરસી શકાય.