Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Peach Jam
Home
Recipe
Peach Jam
Peach Jam
Jam
Cooktime
20 મિનિટ
Weight
300 ગ્રામ
🥕 Ingredients
પીચ-5
ખાંડ - 200 ગ્રામ
અડધા લીંબુનો રસ
🍕 Recipe
પીચ ધોઈને છાલ કાઢી નાંખો. નાના ટુકડામાં તેને કાપી અને બીયા દૂર કરો.
હવે એક પીચ બાજુમાં રાખી, બાકીના પીચનો રસ કાઢો. એક વાટકીમાં રસો રેડો.
હવે અન્ય બાઉલમાં રસ જેટલી જ ખાંડ કાઢો. હંમેશા યાદ રાખો કે રસ અને ખાંડનું પ્રમાણ 1: 1.
હવે બાકી રહેલા એક પીચને નાના પીસમાં સમારી સાઇડમાં રાખો.
એક કડાઈ લો અને પીચનો રસ અને ખાંડ તેમાં નાંખો અને મીડિયમ તાપ પર ગેસ પર મૂકો.
ખાંડ ઓગળવા દો અને એક મીડિયમ તાપ પર 5 મિનિટ માટે રાખો.
જ્યારે પરપોટા શરૂ થાય ત્યારે લીંબુનો રસ ઉમેરી અને પછી સારી રીતે હલાવો.
5 મિનિટ પછી, સમારેલુ 1 પીચ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી બીજી 5 મિનિટ ગેસ પર રાખો.
જ્યારે તે જાડું થવાનું શરૂ થાય એટલે ટોચ પરથી ફીણ દૂર કરો. થોડી મિનિટો બાદ તે ઘટ્ટ થઈ ચળકાટ મારશે.
ગેસ બંધ કરો અને તેને 5 મિનિટ માટે ઠંડું પડવા દો. હવે જામને ચોખ્ખી બરણીમાં રેડો અને ઠંડું પડવા દો.
તે થોડા કલાક માટે ઓરડાના તાપમાને રાખો, પછી ઢાંકણુ બંધ કરી અને તે રેફ્રિજરેટરમાં રાખો.
તમે રેફ્રિજરેટરમાં 3-4 અઠવાડિયા માટે તે સ્ટોર કરી શકો છો.
તમારા મનપસંદ બ્રેડ સાથે આ સ્વાદિષ્ટ જામ જમો.
પીચ જામ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day