મેંદાના લોટમાં અજમો અને મીઠું નાંખી બરાબર મિક્સ કરી તેમાં 4 ચમચી તેલનું મોણ દઈને માપસરનો લોટ બાંધી લેવો.
એને ઢાંકીને 20-25 મિનિટ સેટ થવા માટે રાખી દો.
સ્ટફિંગ માટે:
એક કડાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે આદું-મરચાં નાંખીને થોડું ફ્રાય થઈ જાય એટલે લીલા વટાણા ઉમેરીને થોડીવાર ફ્રાય કરવું થઈ જાય એટલે તેમાં હળદર ,લાલ મરચું, કાજુ ઉમેરવા અને 1 મિનિટ સુધી હલાવવું.
પછી તેમાં બટેટાં, ગરમમસાલો, શેકેલા જીરાનો પાઉડર, મીઠું નાંખીને 2-3 મિનિટ હલાવીને ગેસ બંધ કરી દેવો.
પછી ધાણા મિક્સ કરી દેવા.
મસાલો ઠંડો થઈ જાય પછી તેમાં ચાટ મસાલો અને આમચૂર પાઉડર ઉમેરીને મિક્સ કરી દેવો.
સમોસા માટે:
લોટના નાના લૂઆ વાળીને તેને થોડી જાડી રોટલી વાળીને તેના બે ભાગ કરીને એક ભાગને વાળીને બીજી બાજુથી વાળીને સમોસા આકારનું કરીને તેમાં સ્ટફિંગ ભરી ઉપરથી પાણી લગાડીને સામસામેના બે પડ છોડીને વાળી દેવું.
સમોસા આ રીતે વાળી તેને તેલ ગરમ મૂકી ધીમાં તાપે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દો.
પાંઉના વચ્ચેથી બે પીસ કરી લેવા.
હવે પાંઉને વચ્ચેથી બટરમાં શેકી તેમાં વચ્ચે સમોસું મૂકવું.