Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Patra
Home
Recipe
Patra
Patra
Farsan
Cooktime
50 થી 60 મિનિટ
🥕 Ingredients
ચણાનો લોટ (બેસન) – 2 ½ કપ
ચોખાનો લોટ – 3 ટેબલસ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
લાલ મરચું – 1 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
ગરમમસાલો – 1/2 ટી સ્પૂન
અજમો – 1/4 ટી સ્પૂન
આંબલીનો પલ્પ – 3 ટી સ્પૂન
ગોળ – 1/4 ટી સ્પૂન
તલ – 2 ટી સ્પૂન
મીઠું – સ્વાદ પ્રમાણે
આદું–મરચાંની પેસ્ટ
🍕 Recipe
સૌ પ્રથમ ચણાના લોટમાં ચોખાનો લોટ, આદું- મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું નાખવું.
ત્યારબાદ ધાણાજીરું, ગરમમસાલો અને આંબલીનો પલ્પ, ગોળ, તલ અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીને ઝાડુ રાબડું તૈયાર કરવું.
હવે પાતરાના પાનની પાછળની બાજુએ આવેલી રગોને ચપ્પુની મદદથી કાપી લેવી.
હવે પાન પર તૈયાર કરેલ રાબડામાંથી 1-2 ચમચી લઈને પૂરા પાન ઉપર લગાવવું.
એવી રીતે 3 થી 4 પાનનું લેયર કરી તેનો રોલ વાળી લેવો.
આવી રીતે બધા જ પાનને રોલ કરી લેવા.
હવે તેને 25 મિનિટ માટે સ્ટીમરમાં વરાળથી બાફી લેવા.
બફાય જાય પછી તેને માપસરના ગોળ ટુકડા કરી લેવા.
હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરીને તેમાં રાઈ અને તલથી વઘાર કરવો.
તેમાં પાતરાના ટુકડા ઉમેરીને તેના ઉપર ધાણા અને નારિયેળનું છીણ નાંખી ગાર્નિશ કરવું.
પાતરા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day