પનીર હાંડી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Paneer Handi
Home
Recipe
Paneer Handi
Paneer Handi
Sabji
Cooktime
50 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
પનીર – 250 ગ્રામ
ટમેટાં – 2 નંગ
કાજુ – 1/4 કપ
મગજતરી – 2-3 ટેબલસ્પૂન
કેપ્સીકમ – 1 નંગ
લવિંગ – 2 નંગ
ઇલાયચી – 2 નંગ
તજ – 1 નંગ
તમાલપત્ર – 1 નંગ
લાલ સૂકાં મરચાં – 2 નંગ
આદુંની પેસ્ટ – 2 ટી સ્પૂન
લાલ મરચું – 1 ટી સ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
તેલ – પનીર તળવા માટે
પંજાબી મસાલો – 1 ટી સ્પૂન
🍕 Recipe
એક મિક્સચરમાં કાજુ, ટમેટાં, મગજતરી અને પાણી ઉમેરી ક્રશ કરી ગ્રેવી બનાવી લેવી.
એક કડાઈમાં તેલ ગરમ મૂકી પનીર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવું.
એક કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં આદુંની પેસ્ટ ઉમેરવી.
20-30 સેકન્ડ પછી તેમાં તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઉમેરી બધું બરાબર મિક્સ કરવુ.
તયારબાદ કાજુ-ટમેટાં-મગજતરીની ગ્રેવી ઉમેરી દેવી.
હવે તેને 1 મિનિટ ચડવા દેવું. પછી કેપ્સીકમ(કટકા) ઉમેરી મિક્સ કરી 1-2 મિનિટ ચડવા દેવું.
પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું અને પંજાબી મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી 1-2 મિનિટ ચડવા દેવું.
તેમાં 1/2 કપ પાણી અને તળેલું પનીર ઉમેરી બધું બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ચડવા દેવું.
પનીર હાંડી તૈયાર છે હવે તેને પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day