એક બાઉલમાં ઘઉંનો લોટ, પાલખ, 2 ટેબલસ્પૂન તેલ, જીરું, આદું, લીલાં મરચાં અને મીઠું બધું બરાબર મિક્સ કરી જરૂર પડે તો પાણી લઈને માપસરનો નરમ લોટ બાંધી લેવો.
લોટના માપસરના લુઆ કરી રોટલી વણી તેના પર તેલ લગાવી લોટ ભભરાવીને બધીબાજુથી પેક કરી ફરી ગોળ લુઆ કરીને ફરીથી ગોળ કે ત્રિકોણ શેપમાં માપસરના પાતળા પરોઠા વણવા.
હવે એક નોન-સ્ટીક પેન ગરમ મૂકી તેમાં તેલ લગાવી પરાઠા બને બાજુ તેલ નાંખીને પરોઠા શેકી લેવા.