મરીપાઉડર, સંચળ પાઉડર અને જીરા પાઉડરનો મસાલો બનાવીને સોડામાં નાખવાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે.
પાણી અને ઇનોની જગ્યાએ તૈયાર ઠંડી સોડા પણ વાપરી શકાય.
🥕 Ingredients
ઓરેંજ – 2 નંગ
ખાંડ – 100 ગ્રામ
ઓરેન્જ ફૂડ કલર – 1 ચપટી
ઓરેન્જ એસેન્સ – 1-2 ટીપાં
લીંબુ – 1 નંગ
પાણી – 1 ગ્લાસ
ઇનો – 1 પેકેટ (1 – ટેબલસ્પૂન)
બરફના ટુકડા – 3-4 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ ઓરેંજ ઉપરની છાલ ઉતારીને તેમાંથી બીજ કાઢી લેવા.
હવે આ ઓરેંજને એક મિક્સરની જારમાં લઈને તેમાં ખાંડ, કલર અને લીંબુનો રસ નાંખીને તેને બારીક પીસી લેવું.
તેને એક કડાઈમાં ગરણી વડે ગાળી લેવું.
હવે તેમાં ઓરેંજ એસેન્સ નાંખીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
ઘટ્ટ થાય પછી ઓરેંજ સિરપને ઠંડું થવા દેવું.
હવે એક ગ્લાસમાં 50 મિલી ઓરેંજનું બનાવેલું સિરપ લેવું અને તેમાં બરફ અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું અને પછી તેમાં ઇનો નાંખીને ચમચી વડે હલાવીને તરત જ સર્વ કરવું.