મોરૈયાનો શીરો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Moraiyano Shiro
Home
Recipe
Moraiyano Shiro
Moraiyanu Shiro
Farali
Cooktime
30 મિનિટ
Serving
5 થી 6 વ્યકિત
🥕 Ingredients
આખો મોરૈયો – 400 ગ્રામ
ખાંડ – 400 ગ્રામ
ઘી – 400 ગ્રામ
પાણી – સવા લિટર
બદામના ટુકડા – 8-10 નંગ
રીત - 2
મોરૈયાનો લોટ – 450 ગ્રામ
ખાંડ – 400 ગ્રામ
ઘી – 350 ગ્રામ
ગરમપાણી – 1 લિટર
બદામની કાતરી – 8-10 નંગ
🍕 Recipe
સૌ પ્રથમ આખો મોરૈયો 2 થી 3 વખત ધોઈ લો.
પછી તેને 15 થી 20 મિનિટ પલાળી દેવો અને પછી ગળણીમાં પાણી નિતારી લેવું.
પછી એક વાસણમાં ઘી લો પછી તેમાં બદામના ટુકડા સહેજ શેકાય એટલે લઈ લો.
પછી પલળેલો મોરૈયો નાંખી તેને શેકો. મોરૈયાનો કલર બદલાય જાય ત્યાં સુધી શેકો.
મોરૈયાનો કલર બદલાય જાય એટલે ગરમ કરેલું પાણી નાંખો.
ત્યારપછી ખાંડ નાંખો પાણી બળે ત્યાં સુધી હલાવો પછી ગેસ બંધ કરી દો.
રીત – 2
સૌ પ્રથમ એક બાઉલમાં ઘી નાંખો સહેજ ગરમ થાય એટલે તેમાં મોરૈયાનો લોટ નાંખો.
લોટ નાંખીને ધીમા ગેસે હલાવો. લોટનો કલર બદલાય જાય ત્યાં સુધી હલાવો.
લોટ શેકાઈ ગયા બાદ તેમાં ગરમ પાણી નાંખો. પાણી બળી જાય ત્યાં સુધી હલાવો ત્યારપછી ગેસ બંધ કરી દો.
ગેસ પરથી ઉતારી તેમાં બદામની કાતરી અને એલચી પાઉડર નાંખી દો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day