મિક્સ વેજિટેબલે પરોઠા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mix Vegetable-parotha
Home
Recipe
Mix Vegetable-parotha
Mix Vegetable Parotha
Rotali
Cooktime
50 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઘઉંનો લોટ - 2 કપ
કોબી - 1 કપ (છીણેલી)
પાલખ - 1 કપ (સમારેલી)
બટાકાં - 2 નંગ (બાફેલાં)
તેલ - 4 થી 5 ટેબલસ્પૂન
લીલા ધાણા - 3 ટેબલસ્પૂન (સમારેલા)
આદું - 1 ઇંચ (છીણેલું)
લીલાં મરચાં - 2-3 નંગ (સમારેલા)
લાલ મરચું – 1/4 ટી સ્પૂન
આમચૂર – 1/4 ટી સ્પૂન
ધાણા પાઉડર - 1 ટી સ્પૂન
જીરું – 1/2 ટી સ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે
🍕 Recipe
ઘઉંનાં લોટમાં મીઠું, તેલ(2 ટેબલસ્પૂન) મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી માપસરનો લોટ બાંધી 2-3 મિનિટ કુણી લેવો અને 20-25 મિનિટ માટે સાઇડમાં રાખી દેવો.
તે દરમ્યાન સ્ટફિંગ તૈયાર કરવા માટે એક નોન-સ્ટીક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નાંખી સહેજ બ્રાઉન થાય એટલે ધાણાજીરું અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરી દેવી.
ત્યારબાદ તેમાં પાલખ, મીઠું, લાલ મરચું, આમચૂર પાઉડર અને કોબી ઉમેરી બધું બરાબર સાંતળી લેવું(2-3 મિનિટ).
ત્યારબાદ તેમાં પીસેલા બાફેલાં બટાકાં ઉમેરી દઈને બધું બરાબર મિક્સ કરી લીલાં ધાણા ઉમેરી બધું મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
હવે બાધેલા લોટના માપસરનાં લૂઆ કરી તેની 3-4 ઇંચની રોટલી વણી થોડું તેલ લગાવી બનવેલ સ્ટફિંગ ભરી લૂઆને પેક કરી પછી તેનું ગોળ પરોઠું વણી લેવું.
હવે એક લોઢીમાં પરોઠાને તેલ નાંખીને પરોઠાની જેમ બંને બાજુ શેકી લેવા.
પરોઠા તૈયાર છે તેને દહીં અથવા સોસ સાથે પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
September
Sep 2025, Wednesday
1 event is on this day
ઇન્દિરા એકાદશી
September
Sep 2025, Sunday
1 event is on this day
September
Sep 2025, Monday
1 event is on this day