ઠંડા દૂધમાં કોર્ન ફ્લોર, એક ચમચી બટર, મીઠું અને મરીનો ભૂકો ઓગાળવો, ધીમા તાપે જાડું ના થાય ત્યાં સુધી સતત હલાવવું એટલે વાઇટ સોસ તૈયાર થશે.
માખણને એક વાસણમાં સાધારણ ગરમ કરી તેમાં બધા શાક નાખવા.(બાફેલી મેક્રોની નાખવી નહીં) મીઠું, મરી નાંખી બરોબર મેળવી પછી તેમાં અડધું પાણી રેડી શાક ચડવા દેવા.
શાક વધારે પડતું ચડી ના જાય તેનું ધ્યાન રાખવું.
અલગ વાસણમાં ટમેટાંના ટુકડા કરી બાકીનું પાણી રેડી બરાબર બાફવા.
પછી મિક્સરમાં વાટીને રસો તૈયાર કરવો અને રસો ગાળી લેવો.
બાફેલાં શાકમાં ટમેટાંનો રસો નાખવો.
પછી કોર્ન ફ્લોર 2 ચમચી પાણીમાં ઓગાળી સૂપમાં નાખવું.