Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Mexican Bhel
Home
Recipe
Mexican Bhel
Mexican Bhel
Fast Food
Cooktime
120 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
મેક્સિકન ભેળ માટે:
શક્કરપારા
રાજમા - 300 ગ્રામ
ટમેટાં – 2 નંગ
લીલા કેપ્સીકમ - 200 ગ્રામ
લાલ કેપ્સીકમ - 200 ગ્રામ
લેટસ - 200 ગ્રામ
ઓલિવ - 16 નંગ
સાવર ક્રીમ - સ્વાદાનુસાર
સાલ્સા - સ્વાદાનુસાર
મેક્સિકન ચીઝ - 300 ગ્રામ
સાલ્સા માટે:
ટમેટાં – 8 નંગ
લાલ કેપ્સીકમ - અડધું
લીલું કેપ્સીકમ - અડધું
ટમેટાંની પેસ્ટ - 85 ગ્રામ
ખાંડ - 50 ગ્રામ
મીઠું - સ્વાદાનુસાર
હાલાપીનો મરચું – 1 નંગ
આથેલાં હાલાપીનો - 3 નંગ
લાલ મરચું પાઉડર - 5 ગ્રામ
બેઝિલ , પાર્સલી, ઓરેગાનો – સ્વાદાનુસાર
પેપરીકા, જીરું પાઉડર, ધાણા – સ્વાદાનુસાર
લીંબુનો રસ - સ્વાદાનુસાર
શક્કરપારા માટે:
મેંદાનો લોટ - 100 ગ્રામ
મકાઈનો લોટ - 150 ગ્રામ
લીંબુનો રસ – જરૂરિયાત મુજબ
મીઠું - સ્વાદાનુસાર
મરી - સ્વાદાનુસાર
તળવા માટે તેલ
🍕 Recipe
શક્કરપારા બનાવવાની રીત:
એક બાઉલમાં મેંદો, મકાઈનો લોટ, સ્વાદાનુસાર મીઠું-મરી મિક્સ કરી તેમાં થોડા તેલ વડે મોણ કરી, 2 ચમચી જેવો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લેવું.
પછી થોડા હૂંફાળાં પાણી વડે રોટલીના લોટ જેવો લોટ બાંધવો.
લોટ બાંધીને થોડીવાર ઢાંકીને મૂકી રાખવો.
પછી રેગ્યુલર રોટલીની જેમ તેમાંથી રોટલી વણી લેવી.
ત્યારબાદ અડધી ઇંચ જેવા શક્કરપારા પાડીને તેલમાં તળી લેવા.
આ રીતે બધા લોટના શક્કરપારા તળી લેવા.
સાલ્સા બનાવવાની રીત:
ઉપર આપેલા માપમાંથી 4 ટમેટાં, થોડું-થોડું કેપ્સીકમ, ટમેટાંની પેસ્ટ, આથેલાં મરચાં, જીરું પાઉડર, આખા હાલાપીનો, લાલ મરચું, બેઝિલ, ઓરેગાનો, ધાણા , લીંબુનો રસ આ બધાને ભેગું કરી ફૂડ પ્રોસેસર માં બધાને પિસી લેવું.
હવે જે અડધો સામાન વધ્યો છે તે બધાને ઝીણા સમારીને ઉપર કરેલા મિક્સમાં એડ કરી દેવા.
સ્વાદાનુસાર મીઠું અને ખાંડ ઉમેરી હલાવીને મિક્સ કરી દેવું.
ભેળ બનાવવાની રીત:
સૌ પ્રથમ રાજમાનો રગડો તૈયાર કરી લેવો.
રાજમામાં થોડું પાણી લઈ ક્રશ કરી લેવા.
તેમાં સ્વાદાનુસાર મીઠું નાખવું અને 2 ચમચા સાલસા ઉમેરી હલાવી દેવું.
રગડો બહુ પાતળો પણ ના રાખવો અને બહુ જાડો પણ નહિ.
એક ઊંડી ડીશમાં થોડા શક્કરપારા લેવા.
તેના ઉપર બીન્સનો રગડો ઉમેરવો.
તેમાં અનુક્રમે લેટસ, ઝીણા સમારેલા ટમેટાં, કેપ્સીકમ મરચાં, સાલ્સા, ચીઝ અને ઓલિવ ઉમેરવા.
સરસ રીતે બધું મિક્સ થઈ જાય એમ હલાવી લેવું.
મેક્સિકન ભેળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day