ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરી તેમાં આદુંની પેસ્ટ, લાલ મરચું પાઉડર, અજમો, મીઠું અને તેલ નાંખીને બધું બરાબર મિક્સ કરી દેવું.
પછી તેમાં સાફ કરેલી મેથીના પાનને અધકચરા ક્રશ કરી કે સુધારીને લોટમાં ઉમેરી દેવા અને પાણીની મદદથી માપસરનો નરમ લોટ બાંધી લેવો અને તેની ઉપર તેલ લગાવી દેવું.
હવે લોટના માપસરના લૂઆ કરી તેને ગોળ શેપમાં વણીને તેને બે ફોલ્ડ કરીને ત્રિકોણા કાર કરી તેને ફરી ત્રિકોણ શેપ વણી લેવું અને ફોલ્ડ કરતી વખતે તેલ અને લોટ ભભરાવવો.
હવે એક નોન-સ્ટીક પેન ગરમ મૂકી તેમાં તેલ લગાવીને પરોઠા ને બંને બાજુ શેકી લેવા.