એક વાડકીમાં ૫૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી.એમ.એસ. પાઉડર અને સી.એમ.સી. પાઉડર બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું અને તેમાં દૂધનો માવો પણ ઉમેરવો.
દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-10 મિનિટ ઉકાળવું.
પછી પાઉડર વાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેડર ફેરવી સ્મુધ બનાવવું.
પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
આઇસક્રીમ થોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સરમાં મિક્સ કરવું.
હવે તેમાં કાજુ, બદામ અને પિસ્તાની કાતરી અને ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું.
હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી થોડું કાજુ, બદામ અને પિસ્તાની કાતરી અને ઇલાયચી પાઉડર ઉપરથી પાથરવું, અને આઇસક્રીમ ને ફ્રિજમાં સેટ થવા મુકવો.