Mava Malai Gola

Dried Fruit

mava-malai-gola

Cooktime

30 મિનિટ

Serving

2 વ્યકિત

Notes

આપના મનપસંદ ડ્રાયફ્રૂટ અને ચેરી વગેરે પણ વાપરી શકાય છે.
🥕 Ingredients

  • ખાંડ – 1/2 કપ
  • પાણી – 1 કપ
  • ઓરેન્જ ફૂડ કલર – 1 ચમચી
  • લીંબુનાં ફૂલ – 1 ચમચી
  • ઓરેન્જ એસેન્સ – 1 ચમચી
  • બરફ – 500 ગ્રામ
  • કોપરાનું છીણ
  • માવો - 100 ગ્રામ
  • મલાઈ - 200 ગ્રામ
  • ચોકલેટ ચિપ - 50 ગ્રામ

🍕 Recipe

  1. એક કડાઈમાં ખાંડ અને પાણી લઈને તેને ઉકાળવું.
  2. પછી તેમાં કલર, લીંબુના ફૂલ અને એસેન્સ નાખવા.
  3. બરાબર મિક્સ કરીને ચાસણી જેવું તૈયાર થાય પછી તેને ઠંડું કરી લેવું.
  4. હવે ગોલા મેકરમાં બરફને છીણી લેવો અને તેને એક નાના બાઉલમાં લઈને થોડો હાથથી બરફને દબાવવો.
  5. પ્રથમ તેના પર માવો છીણીને નાખી હળવે હાથે બરફ પર દબાવી દેવો.
  6. પછી તેના ઉપર ફ્લેવર કલર નાખવા અને કોપરાનું છીણ નાખવું.
  7. હવે તેના પર મલાઈને રેડી ઉપર આખું મલાઈનું કોટિંગ કરી દેવું.
  8. ત્યારબાદ તેના પર ચોકલેટ ચીપથી ગારનીશ કરી સર્વ કરવું.

માવા મલાઈ ગોલા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me