ઘઉંના લોટમાં મીઠું, ચણાનો લોટ અને મોણ માટે ઘી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી માપસરનો નરમ લોટ બાંધી લેવો તેને સાઇડમાં સેટ કરી દેવા મૂકવો.
એક કડાઈમાં લીલા વટાણા અને થોડું પાણી ઉમેરીને તેને ઉકાળવા મૂકવાં.
હવે તેમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરી દેવું જેથી વટાણાનો કલર બદલાઈ નહીં.
પાણી બળી જાય પછી તેને સાદા પાણીથી ધોઈને નિતારીને એક કાપડમાં પાથરી દેવું.
સુકાઈ જાય એટલે કાપડ બંને બાજુથી વાળીને ઉપર વેલણ ફેરવીને અધકચરા ક્રશ કરી લેવા.
પછી તે અધકચરા વટાણાને એક બાઉલમાં લઈને તેમાં થોડું મીઠું, મરી, લાલ મરચું, ગરમમસાલો, આમચૂર પાઉડર, લીલાં મરચાં, ધાણા પાઉડર, અજમો અને લીલા ધાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેવું.
લોટના માપસરના લૂઆ કરી તેની અડધી રોટલી વણી તેના પર ઘી લગાવી, લોટ ભભરાવીને વટાણા ના સ્ટફિંગ માંથી એક નાની સાઇઝનો ગોળો બનાવવો.
તે રોટલી ઉપર મૂકીને પેક કરીને ફરીથી રોટલીનો લૂઓ કરી ગોળ વણી લેવી.
એક નોન-સ્ટીક પેનમાં ઘી ની મદદથી પરાઠાને બંને બાજુ તળી લેવા.