Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Maskabun
Home
Recipe
Maskabun
Maskabun
Bekari
Cooktime
70 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
બન માટેની સામગ્રી:
મેંદો અને અટામણ – 2 કપ
યીસ્ટ – 1 મોટી ચમચી
અનસોલ્ટેડ બટર(લોટ બાંધવા માટે) અને થોડું વધારે બન ઉપર લગાવવા માટે – 2 મોટી ચમચી
ખાંડ – 4 મોટી ચમચી
મીઠું – 1/2 ચમચી
મિલ્ક પાઉડર – 2 ચમચી
ટૂટીફ્રૂટી – 2 ચમચી
હૂંફાળું પાણી – 3/4 કપ
થોડુંક દૂધ બન ઉપર ચોપડવા માટે
મસ્કા માટેની સામગ્રી:
સોલ્ટેડ બટર – 6 મોટી ચમચી
વીપિંગ ક્રીમ – 6 મોટી ચમચી
ફ્રૂટ જામ – 3 મોટી ચમચી
ચોકલેટ સિરપ
ટૂટીફ્રૂટી
ચોકલેટ અને ડ્રાયફ્રૂટના નાના ટુકડા
🍕 Recipe
હૂંફાળાં પાણીમાં ખાંડને ઓગાળી તરત જ યીસ્ટ ઉમેરો.
ત્યારબાદ તે બાઉલને ઢાંકીને રહેવા દો.
જ્યાં સુધી યીસ્ટ ફુલ્લી ના જાય ત્યાં સુધી તેને ન વાપરવું.
આ પ્રક્રિયા માટે લગભગ 5 થી 10 મિનિટ લે છે.
લોટમાં મીઠું અને બીજી બધી સામગ્રી નાંખો અને ધીમે ધીમે યીસ્ટવાળા પાણીને લોટમાં ઉમેરો અને લોટ બાંધતા જાવ.
તેમાં વચ્ચે થોડુંક અનસોલ્ટેડ બટર(માખણ) ઉમેરો. લોટ રોટલી જેવો નરમ હોવો જોઈએ.
લોટને ઢાંકીને 35 મિનિટ આથો આવવા માટે રહેવા દો.
લોટ બમણો થઈ જાય એટલે તેના એકદમ સુંવાળા બન બનાવીને તેને બેકિંગ ટ્રેમાં 15 મિનિટ રહેવા દેવા.
15 મિનિટમાં તે ફૂલી જાય ત્યારબાદ તેના પર હળવા હાથે દૂધ લગાવી દેવું.
ઓવનમાં આછા સોનેરી થાય ત્યાં સુધી બેક કરી લેવા.
આ પ્રોસેસને લગભગ 10-15 મિનિટ થાય છે, પણ તેને થોડી-થોડી વારે જોતા રહેવું.
બન તૈયાર થઈ જાય એટલે તેના પર અનસોલ્ટેડ બટર લગાવી દેવું.
મસ્કા બનની રીત:
બનને વચ્ચેથી કાપીને તેમાં તમારી પસંદ પ્રમાણે સોલ્ટેડ બટર લગાવો.
તેમજ ફ્રૂટ જામ, વીપિંગ ક્રીમ, તૂટી- ફ્રૂટી, ચોકલેટ, ડ્રાય-ફ્રૂટના નાના ટુકડા અને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લો.
પછી બેઉ બનના પીસને દાબેલીની જેમ બંધ કરીને મહારાજને ધરાવો.
મસ્કાબન | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day