લીલા ચણા કૂકરમાં એક વ્હિસલ થાય ત્યાં સુધી બાફી લેવા.
જીરાને ખાંડણીમાં અધકચરુ ક્રશ કરી લેવું.
લીલાં મરચાં અને આદુંને ક્રશ કરી લેવા.
પછી એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, કાશ કરેલું જીરું અને ક્રશ કરેલા આદું-મરચાં નાંખી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સાતળવું પછી તેમાં હળદર ઉમેરી 1 મિનિટ સાતળવું.
હવે તેમાં લાલ મરચું, ગરમમસાલો, ધાણાજીરું, મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી(1/2 ગ્લાસ જેટલું) તેલ ઉપર આવે ત્યાં સુધી સાતળી લેવું.
પછી તેમાં બાફેલાં ચણા ઉમેરી દેવા અને તેને 3-4 મિનિટ ચડવા દેવું.
શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા ભભરાવી દેવા.